કરિશ્મા કપૂર સાથે લગ્ન ન થયા તો આ અભિનેતાએ ઘર જ ન વસાવ્યુ!

આ એક્ટર બીજું કોઈ નહીં પણ દિવંગત સુપરસ્ટાર વિનોદ ખન્નાના પુત્ર અક્ષય ખન્ના છે.

પિતાની જેમ તેને નામ નહોતું મળ્યું, પરંતુ ડેબ્યૂના લગભગ 28 વર્ષ પછી પણ અક્ષય એક્ટિંગની દુનિયામાં સક્રિય છે.

અક્ષયે પંકજ પરાશરના રોમેન્ટિક ડ્રામા 'હિમાલય પુત્ર' (1997) થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. હવે તે ફિલ્મોની સાથે વેબ સિરીઝમાં પણ હાથ અજમાવી રહ્યો છે.

અક્ષય ખન્ના હવે 49 વર્ષનો થઈ ગયો છે પરંતુ તે હજી સ્થિર થયો નથી. બહુ ઓછા લોકો જાણે છે કે એક સમયે અક્ષય ખન્નાને કપૂર પરિવાર દ્વારા સંબંધ મોકલવામાં આવ્યો હતો.

રણધીર કપૂરે તેમની પુત્રી કરિશ્મા માટે વિનોદ ખન્નાને માંગુ નાખ્યું હતું. પરંતુ કરિશ્માની માતા બબીતા કપૂર ઈચ્છતી હતી કે કરિશ્મા તેની કારકિર્દી પર ધ્યાન આપે. આથી તેણે આ સંબંધનો ઇનકાર કર્યો હતો.

બાદમાં કરિશ્મા કપૂરે સંજય કપૂર સાથે લગ્ન કર્યા. પરંતુ અક્ષય ખન્નાએ ક્યારેય લગ્ન કર્યા નથી અને તે આજ સુધી બેચલર છે

સિંગલ રહેવાનું કારણ જણાવતાં અક્ષયે કહ્યું હતું કે, 'મને નથી લાગતું કે હું લાંબા સમય સુધી કોઈ રિલેશનશિપમાં રહી શકું. મને એકલા રહેવું ગમે છે.'