આ દિવસોમાં, ભારતમાં IPLની ધૂમ છે. દરમિયાન મંગળવારે T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
ટીમની જાહેરાત થતાની સાથે જ IPL રમતા ઘણા ખેલાડીઓની કિસ્મત બદલાઈ ગઈ, જ્યારે ઘણાને નિરાશાનો સામનો કરવો પડ્યો છે.
ભારતની T20 વર્લ્ડ કપની 15 ખેલાડીની ટીમમાં સામેલ દરેક અત્યારે IPLમાં રમી રહ્યા છે. પસંદગી વખતે ખેલાડીઓના IPL પરફોર્મન્સને પણ ધ્યાનમાં લેવામાં આવ્યા હતા.
IPLની એવી ટીમો પણ છે જેના એકપણ ભારતીય ખેલાડીને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નથી મળ્યું.
સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સમાંથી એક પણ ભારતીય ખેલાડીની પસંદગી કરવામાં આવી નથી.
સનરાજર્સ હૈદરાબાદના અભિષેક શર્મા અને ટી નટરાજન ટીમમાં પસંદગી માટે દાવેદાર હતા.
IPL 2023 ઓરેન્જ કેપ ધારક અને આ વખતે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલને રિઝર્વ્ડ ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
કોલકાતા નાઈટ રાઈડર્સના રિંકુ સિંહની પસંદગી પણ રિઝર્વ્ડ ખેલાડી તરીકે થઈ છે. KKRનો કેપ્ટન શ્રેયસ અય્યર પહેલેથી જ પસંદગીની યાદીમાં ન હતો.
લખનૌ સુપર જાયન્ટ્સમાંથી તેના કેપ્ટન કેએલ રાહુલ વિશે આશા હતી કે તે ટીમમાં જગ્યા બનાવી શકે છે, પરંતુ તે પણ ટીમ નથી.
આ ટીમમાંથી રવિ બિશ્નોઈનું નામ ચર્ચમાં હતું, જ્યારે મયંક યાદવના શરૂઆતી પ્રદર્શન બાદ માનવામાં આવી રહ્યું હતું કે તે વર્લ્ડ કપની ટીમમાં આવી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સમાંથી સૌથી વધુ ચાર ખેલાડીઓ રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, જસપ્રિત બુમરાહની પસંદગી કરવામાં આવી છે.
રાજસ્થાન રોયલ્સમાંથી 3 ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ, સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી છે.
દિલ્હી કેપિટલ્સમાંથી પણ 3 ખેલાડીઓ રિષભ પંત, અક્ષર પટેલ, કુલદીપ યાદવનો T20 વર્લ્ડ કપની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
T20 વર્લ્ડ કપ ટીમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોમાંથી 2 ખેલાડીઓ વિરાટ કોહલી અને મોહમ્મદ સિરાજની પસંદગી કરવામાં આવી છે.
ચેન્નાઈ સુપર કિંગ્સમાંથી પણ 2 ખેલાડીઓ શિવમ દુબે અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પંજાબ કિંગ્સમાંથી એકમાત્ર ખેલાડી અર્શદીપ સિંહની પસંદગી કરવામાં આવી છે.