તમારા નામે બીજું કોઈ તો નથી ચલાવી રહ્યું ને SIM Card? આ રીતે કરો ચેક
ઘણી વખત, લોકોના નામ પર નકલી સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે અને તેને તેની જાણ પણ નથી હોતી. તમારી સાથે પણ આવું થઈ શકે છે.
તમારા નામ પર ચાલતું સિમ કાર્ડ તમે ખૂબ જ સરળતાથી શોધી શકો છો. આ પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે.
આ માટે તમારે સંચાર સાર્થીની વેબસાઇટ https://sancharsaathi.gov.in/ પર જવું પડશે. અહીં તમને ઘણી સર્વિસેસનો વિકલ્પો મળશે.
તમારે અહીં TAFCOP વિકલ્પ પર જવું પડશે. આ વિકલ્પ Know Your Mobile Connectionના નામથી પણ ઉપલબ્ધ છે.
તેના પર ક્લિક કરતાની સાથે જ એક નવું વેબ પેજ https://tafcop.sancharsaathi.gov.in/telecomUser/ તમારી સામે દેખાશે.
અહીં તમારે તમારો 10 અંકનો મોબાઈલ નંબર નાખીને કેપ્ચા ભરવાનો રહેશે. કેપ્ચા ભરતાની સાથે જ તમારા નંબર પર OTP આવશે, જે તમારે સબમિટ કરવાનો રહેશે.
તમે OTP સબમિટ કરતાની સાથે જ તમારા નામ પર ચાલતા તમામ નંબર તમારી સ્ક્રીન પર દેખાશે. તમે અહીંથી કોઈપણ નંબર સામે પણ જાણ કરી શકો છો.
ધ્યાનમાં રાખો કે તમે જે નંબરથી લોગ ઇન કર્યું છે તેનાથી સંબંધિત કનેક્શન્સ જ તમને દેખાશે. આ બધામાં એક જ આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવો જોઈએ.
જો તમે તમારા પરિવારના કોઈપણ સભ્યના નામ પર સિમ લીધું છે, તો સ્ક્રીન પર દેખાતા અન્ય નંબરો પણ તેના નામ પર હશે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર