ના ટ્રાફિકની ચિંતા, ના ટ્રાફિક જામની ઝંઝટ! બજારમાં આવી હવામાં ઊડતી 'Airbike'

શહેરના ટ્રાફિકમાં ફસાઈએ તો એક જ વિચાર આવે કે, કાશ બાઇક હવામાં ઊડી શકે તો ટ્રાફિકમાં ઊભા રહવાની ઝંઝટ ના રહે...

તમને વિચિત્ર લાગશે પરંતુ પોલિશ શોધકર્તા અને બિઝનેસમેન ટોમાઝ પેટનના મનમાં પણ આવું જ કંઈક આવ્યું હશે અને આ શોધ કરી હશે

ટોમાઝે તેમની કંપનીના વોલોનોટ બ્રાન્ડ હેઠળ એરબાઈક લોન્ચ કરી છે. જેના વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.

પોલેન્ડમાં વિકસાવવામાં આવેલ, આ સિંગલ-સીટ જેટ-સંચાલિત ફ્લાયરને એરબાઇક કહેવામાં આવે છે. જે અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ જોવા મળે છે.

પહેલી નજરે, આ બાઇક થોડી અધૂરી લાગે છે. પાંખો કે પ્રોપેલર વગરના બાઇકને જોઈ એમ થાય કે આ બાઇક ઉડશે કેમનું!

હવામાં ઉડવાની ક્ષમતા હોવા છતાં, તેમાં કોઈ કવર કે વિન્ડશિલ્ડ આપવામાં આવ્યું નથી. જે ડ્રાઇવરને 360 ડિગ્રી વ્યૂ આપે છે.

જોકે, વોલોનોટે હજુ સુધી આ એરબાઈકના ફીચર્સ વિશે કોઈ વિગતો જાહેર નથી કરી. બાઈક જેટ સિસ્ટમથી હવામાં ઊડે છે.

આ એરબાઈકના તળિયે મેટલ સ્ટેન્ડ આપવામાં આવ્યું છે જે બાઇક જમીન પર લેન્ડ થાય ત્યારે લેન્ડિંગ ગિયરની જેમ કામ કરે છે.

આ બાઇકનો ડેમો વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. જોકે, તેના લોન્ચ વગેરે વિશે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.