90ના દાયકામાં બોલિવૂડ સેલેબ્સ એક ફિલ્મ કરવા માટે 1 કરોડ રૂપિયા લેતા હતા. પરંતુ આગળ જતા આ ફી પણ વધતી ગઈ.
કેટલાક કલાકારોએ આ સમય દરમિયાન પોતાનો બિઝનેસ સેટ કર્યો અને સમયની સાથે કરોડપતિ બની ગયા.
બોલીવુડની એક એવી અભિનેત્રી છે જે સૌથી અમીર છે. ખાસ વાત એ છે કે અભિનેત્રીએ લાંબા સમયથી એક પણ હિટ ફિલ્મ આપી નથી.
અમે જે અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ જુહી ચાવલા છે. રિપોર્ટ અનુસાર જુહીની કુલ સંપત્તિ 4600 કરોડ રૂપિયા છે.
તાજેતરમાં 2024ની હુરુન રિચ લિસ્ટ જાહેર કરવામાં આવી હતી. જેમાં જુહી ચાવલા સૌથી અમીર અભિનેત્રી છે.
સૌથી વધુ નેટવર્થ ધરાવતી અભિનેત્રીની આ યાદીમાં બીજું નામ ઐશ્વર્યા રાયનું છે. જેની કુલ સંપત્તિ તેમની કુલ સંપત્તિ 850 કરોડ છે.
તેના પછી ત્રીજા સ્થાને પ્રિયંકા ચોપરા છે, તેની કુલ સંપત્તિ 650 કરોડ છે.
જુહી ચાવલા માત્ર સિનેમામાંથી જ કમાતી નથી પરંતુ તેની મોટાભાગની આવક બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટમાંથી આવે છે.
જુહી રેડ ચિલિઝ ગ્રુપની ફાઉન્ડર છે. આ સિવાય તે IPL ક્રિકેટ ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સની સહ-માલિક પણ છે અને રિયલ એસ્ટેટમાં પણ ઇન્વેસ્ટર છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર