ગરીબ પરિવારમાં થયો હતો નીતિશ કુમાર રેડ્ડીનો જન્મ, આજે છે કરોડોનો માલિક

ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ ડેબ્યુકરનાર નીતિશ રેડ્ડીએ બે ટેસ્ટ મેચની ચાર ઈનિંગ્સમાં જ પોતાની પ્રતિભા દેખાડી દીધી છે.

નીતિશ કુમાર રેડ્ડીએ 4 ટેસ્ટ ઈનિંગ્સમાં 54.3ની એવરેજથી 163 રન બનાવ્યા છે.

નીતિશનો જન્મ 2003માં વિશાખાપટ્ટનમમાં થયો હતો, તેના પિતા હિન્દુસ્તાન ઝિંક કંપનીમાં કામ કરતા હતા. તે એક નિમ્ન મધ્યમ વર્ગના પરિવાર સાથે સંબંધ ધરાવતો હતો.

નીતિશને ક્રિકેટર બનાવવા માટે તેના પિતાએ નોકરી પણ છોડી દીધી હતી. તેમના આ નિર્ણય પર તેમના સંબંધીઓએ સવાલો ઉઠાવ્યા હતા.

નીતિશનો પરિવાર એક સમયે આર્થિક તંગીથી ઝઝૂમી રહ્યો હતો.પરંતુ આજે આ ખેલાડી કરોડોનો માલિક બની ગયો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીતિશની નેટવર્થ 8થી 15 કરોડ રૂપિયાની વચ્ચે છે.

નીતિશની IPL સેલરી 6 કરોડ રૂપિયા છે. અને ટૂંક સમયમાં આ ખેલાડીને BCCI તરફથી મોટું ઈનામ મળવા જઈ રહ્યું છે.

ત્રણ ટેસ્ટ રમતા જ નીતિશને BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે. તેને સી ગ્રેડમાં 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.