અંબાણી પરિવાર હાલમાં તેમના નાના દીકરા અનંત અંબાણીના લગ્નને લઈને ચર્ચામાં છે. પરંતુ આ લગ્ન પહેલા પરિવારે 50 કપલોના લગ્નનું આયોજન કર્યું હતું.
આ કાર્યક્રમમાં 50 કપલોએ સાત ફેરા લીધા હતા. આ ઉમદા કાર્ય દરમિયાન સમગ્ર પરિવાર એક સાથે જોવા મળ્યો હતો.
મુકેશ અંબાણી સાથે નીતા અંબાણી, ઈશા અંબાણી, આનંદ પિરામલ, આકાશ અંબાણીથી લઈને શ્લોકા મહેતા સુધીના બધા જોવા મળ્યા હતા.
આ દરમિયાન બધાની નજર નીતા અંબાણી પર ટકેલી હતી. જેનો લુક ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.
સમૂહ લગ્નમાં નીતા અંબાણીએ લાલ રંગની હેવી સિલ્ક સાડી પહેરી હતી. જેનો હિંદુ ધર્મ સાથે પણ સંબંધ હતો. હવે તમે વિચારતા હશો કે કેવી રીતે?
જો તમે નીતા અંબાણીની સાડી ઝૂમ કરો તો તમને પાલવમાં ગાયત્રી મંત્ર લખાયેલો દેખાશે.
તેમણે આ સાડી સાથે હેવી જ્વેલરી પણ કેરી કરી હતી. નીતા અંબાણીનો આ લુક એકદમ નવી દુલ્હન જેવો હતો.
ફોટા જોઈને અનુમાન લગાવી શકાતું નથી કે રાધિકા મર્ચન્ટનાં સાસુ 60 વર્ષનાં છે.
નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીના લગ્ન 12 જુલાઈ 2024ના રોજ થવાના છે. રાધિકા અને અનંતના લગ્ન મુંબઈમાં જ થશે.
અત્યાર સુધી પરિવારે લગ્ન પહેલાના બે કાર્યો કર્યા છે. એક જામનગરમાં અને બીજો ઈટલીમાં થયો હતો.
હાલમાં નીતા અંબાણીએ ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. તે દિવસે પણ નીતા અંબાણીએ નારંગી રંગની સુંદર સાડી પહેરી હતી.