PHOTO : ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડિનરમાં નીતા અંબાણીનો રોયલ લુક
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતાં. આ પહેલા તેમણે એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી પણ ડોનાલ્ડ ટ્રમ્પની ડિનર પાર્ટીમાં હાજરી આપી હતી.
આ દરમિયાન નીતા અંબાણી કાળા રંગની સાડી પહેરેલી જોવા મળી હતી. તેના એથનિક લુકે લોકોના દિલ જીતી લીધા છે. ચાલો જાણીએ સાડી અને ઘરેણાંમાં શું ખાસ છે
ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ડિનર દરમિયાન નીતા અંબાણીએ કાળા કાંચીપુરમ સિલ્ક સાડી પહેરી હતી. સાથે મખમલ બ્લાઉઝ પણ પહેર્યો હતો.
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કારીગર બી. કૃષ્ણમૂર્તિ દ્વારા વણાયેલી આ સાડીમાં ઇરુથલાઈપાક્ષી, માયલ અને સોરગવાસલ જેવી જટિલ ડિઝાઇન છે.
નીતા અંબાણીએ 200 વર્ષ જૂનો નીલમણિ, માણેક, હીરા અને મોતીનો હાર પહેર્યો છે. તેમજ આંગળીમાં વીંટી અને બ્રેસલેટ પહેર્યું છે.
આ સાથે ન્યૂડ લિપ શેડ, વિંગ્ડ આઈલાઈનર, બ્લશ અને બન હેરસ્ટાઇલ સાથે મિનિમલ મેકઅપ સાથે નીતા અંબાણીનો આ શાહી લુક લોકોના દિલ જીતી રહ્યો છે.