અનંતના લગ્નના દરેક ફંક્શનમાં નીતા અંબાણીનો લુક ખૂબ જ સુંદર હતો. તેમની સુંદરતાની આગળ બોલિવૂડની સુંદરીઓ પણ નિષ્ફળ ગઈ.
નીતા અંબાણીએ વેડિંગ ફંક્શનમાં અલગ-અલગ આઉટફિટ પહેર્યા. અનંત-રાધિકાના શુભ આશીર્વાદ સમારોહમાં તેમણે એવો ડ્રેસ પહેર્યો જેણે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું.
નીતા અંબાણીએ અબુ જાની સંદીપ ખોસલાનો લહેંગા પહેર્યો હતો. તેમણે ખાસ રત્ન જડિત બ્લાઉઝ સાથે હાથથી બનાવેલા જરદોઝી લહેંગાની જોડી બનાવી હતી.
આ બ્લાઉઝમાં સંપૂર્ણ હેન્ડવર્કથી બુટ્ટી અને પીઠ પર એક શુભ હાથી બનાવ્યો હતો. તેની બોર્ડર પર હેન્ડવર્કથી હિન્દીમાં લખાણો લખેલા હતા.
નીતા અંબાણીના આ લુકનો ફોકસ પોઈન્ટ તેમના બ્લાઉઝની બેકસાઇડ હતી, કારણ કે તેમાં તેમણે બાળકો આકાશ, ઈશા અને અનંત અને પૌત્રો વેદા, પૃથ્વી, કૃષ્ણા અને આદ્યશક્તિના
નામ લખાવ્યા હતા.
આ પહેલા નીતા અંબાણીએ મહેંદીમાં હાથની પાછળ તરફ પરિવારના સભ્યોના નામ લખાવ્યા હતા. એક હાથની પાછળની બાજુએ અનંત-રાધિકાનાં નામ લખેલાં હતાં.
તો બીજી તરફ પતિ મુકેશ અંબાણી, જમાઈ આનંદ, દીકરી ઈશા, દીકરો આકાશ અને પુત્રવધૂ શ્લોકા તથા પૌત્ર-પૌત્રીઓના નામ લખવામાં આવ્યા હતા.
નીતા અંબાણીએ વીરેન ભગત દ્વારા ડિઝાઈન કરેલી એમેરાલ્ડ જ્વેલરી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.