નિસાને Nissan-X Trailને લૉન્ચ કરી છે. Nissan X-Trail ભારતીય માર્કેટમાં કંપનીના પોર્ટફોલિયોની બીજી કાર છે.આ એસયુવી Toyota Fortuner જેવા મૉડલને ટક્કર આપશે.
નવી નિસાન એક્સ ટ્રેલને કૂલ ત્રણ રંગમાં લૉન્ચ કરવામાં આવશે.પર્લ વ્હાઇટ, શેમ્પેન સિલ્વર અને ડાયમંડ બ્લેક કલર સામેલ છે.
લુક અને ડિઝાઇન મામલે આ ફૂલ સાઇઝ એસયુવી કરતા ઘણી સારી છે જેમાં સ્પિલિટ હેડલેમ્પ, V-મોશન ગ્રિલ આપવામાં આવ્યું છે જેને કંપનીએ ડાર્ક ક્રોમથી સજાવવામાં આવ્યું છે.
આ એસયુવીમાં ડુઅલ પેન પેનોરમિક સનરૂફ, ડુઅલ ઝોન ક્લાઇમેન્ટ કંટ્રોલ, 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 12.3 ઇંચનું ડ્રાઇવર ડિસપ્લે, વાયરલેસ સ્માર્ટફોન ચાર્જર જેવા ફીચર્સ આપવામાં આવશે.
આકર્ષક લુક અને દમદાર એન્જિનથી લેસ આ SUVની કિંમત 49.92 લાખ રૂપિયા (એક્સ શો રૂમ) નક્કી કરવામાં આવી છે.
બજારમાં Nissan X Trailનો સીધો મુકાબલો Toyota Fortuner,MG Gloster અને Skoda Kodiaq જેવી એસયુવી કારને ટક્કર આપશે.