T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ અને અફઘાનિસ્તાન વચ્ચેના મેચમાં વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ અફઘાનિસ્તાનની મજબૂત બોલિંગ લાઈન-અપની ધજિયા ઉડાવી દીધી હતી.
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે T20 વર્લ્ડ કપ 2024નો હાઈ સ્કોર બનાવ્યો છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 218 રન બનાવ્યા હતા. જે આ સિઝનનો સૌથી મોટો સ્કોર છે.
વેસ્ટ ઈન્ડિઝે પહેલી 6 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 92 રન બનાવ્યા હતા. જે T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં પાવરપ્લેમાં સૌથી વધુ સ્કોર છે.
આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ તરફથી વિકેટકીપર બેટ્સમેન નિકોલસ પૂરને શાનદાર પ્રદર્શન કર્યું હતું. પુરને 53 બોલમાં 98 રનની ઈનિંગ રમી હતી.
પૂરને 6 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા છે. જેમાંથી એક ઓવરમાં નિકોલસ પૂરને 36 રન બનાવ્યા હતા. આ મેચમાં પૂરને યુવરાજ સિંહની યાદ અપાવી હતી.
બીજી તરફ તેણે પૂર્વ દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલને પાછળ છોડ્યો છે. પૂરન હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.
પૂરનના નામે હવે T20 ક્રિકેટમાં 128 સિક્સ છે. આ પહેલા આ રેકોર્ડ ક્રિસ ગેલના નામે હતો. ક્રિસ ગેલે T20 ક્રિકેટમાં 124 સિક્સ ફટકારી છે.