મલાઈકાના જીવનમાં નવા બોયફ્રેન્ડ એન્ટ્રી! PHOTO VIRAL
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ 51 વર્ષની મલાઈકા અરોરાને નવો બોયફ્રેન્ડ મળી ગયો હોવાની ચર્ચા છે. તે હવે ફેશન સ્ટાઈલિસ્ટ રાહુલ વિજયને ડેટ કરી રહી હોવાનું કહેવાય છે.
બંનેએ દિલ્હીમાં એપી ઢિલ્લોનના કોન્સર્ટમાં સાથે હાજરી આપી હતી. તે પછી બંનેએ એક રોમાન્ટિક સેલ્ફી પણ શેર કરી હતી. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
બંનેનો આ ફોટો સામે આવતા જ મલાઈકાના નવા રિલેશન અંગે ચર્ચાઓ તેજ થઈ છે. જોકે, રાહુલ અને મલાઈકાએ આ ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા નથી આપી.
અરબાઝ સાથે છૂટાછેડા બાદ મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરતી હતી. જોકે, તેની સાથે બ્રેકઅપ બાદ હવે તે રાહુલ વિજય સાથે દેખાઈ રહી છે.
ગયા અઠવાડિયે પણ બંને એક ડિનર પર સાથે દેખાયા હતા. મલાઈકા તેના આ નવા રિલેશનને છૂપાવવા કોઈ પ્રયાસ પણ નથી કરતી. તે સોશિયલ મીડિયા પર રાહુલ વિજય સાથેની તસવીરો શેર કરી રહી છે.
રાહુલે બંનેનો ફોટો શેર કર્યો હતો. જે મલાઈકાએ પણ રીશેર કર્યો હતો. આ અગાઉ અર્જુન કપૂર મલાઈકા સાથેના તેના બ્રેકઅપને કન્ફર્મ કરી ચૂક્યો છે.
થોડા દિવસો પહેલા જ અર્જુન કપૂરે મલાઈકા સાથેના બ્રેકઅપની પુષ્ટિ કરી હતી. તેણે 'સિંઘમ અગેઈન'ના પ્રમોશન વખતે જાહેરમાં કહ્યું હતું કે તે હાલ સિંગલ છે.
આવી પરિસ્થિતિમાં મલાઈકાના જીવનમાં મિસ્ટ્રી મેનનું ટૂંક સમયમાં આગમન ફેન્સના મનમાં અનેક સવાલો ઉભા કરી રહ્યું છે.