ન તો એક્ટર, ન ક્રિકેટર... તો કોણ છે જેણે મુંબઇમાં ખરીદ્યુ 500 કરોડનું ઘર?

સામાન્ય રીતે સેલિબ્રિટીઓ મોંઘા ઘર ખરીદતા હોય છે અને તેની ચર્ચા પણ થતી હોય છે, પરંતુ તાજેતરમાં જ મુંબઈ વિસ્તારમાં એક કપલે 500 કરોડથી વધુનું ઘર ખરીદ્યું છે

જે દંપતીએ તેને ખરીદ્યું તે સેલિબ્રિટી નથી પરંતુ બિઝનેસમેન છે. આ ઘર 30 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જે પૂનાવાલા હવેલી તરીકે ઓળખાશે

દક્ષિણ મુંબઈના કફ પરેડ વિસ્તારમાં જે લોકોએ આ ઘર ખરીદ્યું છે તેમના નામ યોહાન પૂનાવાલા અને મિશેલ પૂનાવાલા છે, જેઓ અબજોપતિ છે.

આ ઘર તાજેતરમાં ખરીદાયેલા સૌથી મોંઘા ઘરોમાંનું એક છે. ક્રિકેટર વિરાટ કોહલી, રોહિત શર્મા અને યુવરાજ સિંહે પણ આ વિસ્તારમાં મકાનો ખરીદ્યા છે.

યોહાન પૂનાવાલા, પૂનાવાલા એન્જિનિયરિંગ ગ્રુપના ચેરમેન, એશિયાના સૌથી મોટા પૂનાવાલા સ્ટડ ફાર્મ્સના અને પૂનાવાલા રેસિંગ એન્ડ બ્રીડિંગના ડિરેક્ટર છે.

યોહાનની પત્ની મિશેલ પણ પૂનાવાલા એન્જીનીયરીંગ કંપનીઓની મેનેજિંગ ડિરેક્ટર છે. ટૂંક સમયમાં ખરીદેલા ઘરને નવો લુક આપવામાં આવશે.

આ ઘરને વ્યક્તિગત આર્ટ ગેલેરીમાં રૂપાંતરિત કરવામાં આવશે અને હવેલીની અંદર યોહાન પૂનાવાલાના ઓટોમોબાઈલ કલેક્શનનો પસંદગીનો સંગ્રહ પણ પ્રદર્શિત કરવામાં આવશે.