નેહા કક્કડના એક્સે સાદગીપૂર્વક કર્યા લગ્ન, જુઓ નવદંપતીના PHOTOS
'યારિયાં' ફેમ એક્ટર હિમાંશ કોહલીએ લગ્ન કરી લીધા છે.
અભિનેતાએ ગત મંગળવારે રાત્રે પોતાના લગ્નની તસવીરો શેર કરી હતી, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.
'યારિયાં' ફેમ અભિનેતા હિમાંશ કોહલીએ સાદગી શૈલીમાં સાત ફેરા લીધા. તેમના લગ્નમાં ફક્ત પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.
હિમાંશે પોતાના લગ્નના સમાચાર શેર કરીને તેના ચાહકોને ચોંકાવી દીધા છે.
હિમાંશ કોહલીએ પોતાના ફોટામાં નવપરિણીત દુલ્હનની પ્રથમ ઝલક શેર કરી છે.
અભિનેતાના ચાહકો એ જાણવા માટે ખૂબ ઉત્સુક છે કે અભિનેતાની પત્ની કોણ છે.
હિમાંશ કોહલીની સોશિયલ મીડિયા પોસ્ટ્સ દર્શાવે છે કે તેની પત્નીનું નામ વિન્ની છે, પરંતુ તે શું કરે છે તેના વિશે વધુ માહિતી ઉપલબ્ધ નથી.
મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હિમાંશ કોહલીએ એરેન્જ્ડ મેરેજ કર્યા છે.
'યારિયાં' એક્ટર હિમાંશ કોહલીએ લગ્નમાં લાલ રંગની શેરવાની પહેરી હતી. જ્યારે તેની પત્ની મેચિંગ લાલ લહેંગા પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીની પત્નીએ પણ તેનો લુક એકદમ સિમ્પલ રાખ્યો હતો.