સસરાનું વ્હાઈટ સ્વેટર પહેરીને મેચ જોવા સિડની પહોંચી નેહા ધૂપિયા
બોલિવૂડ સ્ટાર નેહા ધૂપિયા આ દિવસોમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો આનંદ માણી રહી છે.
આ દરમિયાન નેહા ધૂપિયાએ શુક્રવારે સિડનીમાં રમાઈ રહેલી ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચ પણ જોઈ હતી.
નેહા તેના સસરા બિશન સિંહ બેદીનું સ્વેટર પહેરીને મેચ જોવા પહોંચી હતી.
નેહાએ પોતાના ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ સાથે તેણે સસરા બિશન સિંહ બેદી માટે એક ઈમોશનલ નોટ પણ લખી છે.
નેહાએ લખ્યું, "આ સ્વેટર પહેરીને એક અલગ જ પ્રકારની હૂંફ મળે છે. મને યાદ છે કે જ્યારે પપ્પાએ પૂછ્યું કે લગ્નમાં શું ગિફ્ટ જોઈએ છે, ત્યારે મેં તેમની પાસેથી તેમનું ટેસ્ટ ક્રિકેટ સ્વેટર માંગ્યું હતું. આ મારા માટે સૌથી ખાસ ગિફ્ટ છે."
નેહા ધૂપિયાએ 10 મે 2018ના રોજ અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા.
અંગદ બેદીના પિતા બિશન સિંહ બેદી પણ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી છે.
નેહાએ આ સ્વેટર પહેરીને સસરા પ્રત્યે આદર દર્શાવ્યો છે.