દુનિયામાં ઘણી વિચિત્ર વસ્તુઓની હયાતી છે, જેમાંથી એક છે જાદુઈ અને રહસ્યમયી ચીજ વસ્તુઓનું બજાર. જે “વિચ માર્કેટ”ના નામથી પણ ઓળખાય છે.
બોલીવિયાના લા પાઝમાં એક બજાર આવેલું છે જેને વિચ માર્કેટ કહેવામાં આવે છે. સ્થાનીય સ્તર પર આ બજાર વર્ષો જૂનું છે.
આ બજારમાં ત્યાંના સ્થાનીય લોકો કેટલીક લોકલ ઔષધિઓ અને જુના રીત રિવાજમાં કામ લાગે તેવી વસ્તુઓ વેચે છે, જે પૌરાણિક અને ઘણી વિચિત્ર છે.
કહેવાય છે કે આ બજારમાં ઘણી એવી વસ્તુઓ પણ છે જે જાદુઈ હોય છે. અસલમાં ઘણી વસ્તુઓ જૂની પ્રથા અનુસારની ઔષધીય ગુણોવાળી હોય છે જે ઘણી બીમારીઓના ઈલાજમાં કામ આવે છે.
આ સાથે જ આ બજારમાં કેટલીક અંધવિશ્વાસી પ્રથાઓ સાથે જોડાયેલી વસ્તુઓ પણ મળે છે જેને જાદુઈ માનવામાં આવે છે. જેના કારણે આ બજારનું નામ વિચ માર્કેટના રૂપમાં કરવામાં આવ્યું છે.
અહીંયા મળતી વસ્તુઓમાં સુકાયેલા દેડકાં, તાવીજ, લામા ભૃણ, ઔષધીય જડીબુટ્ટી, ભાગ્ય બતાવતા પત્તાં, ધૂપ, અગરબત્તી વગેરેનો સમાવેશ થાય છે.
આ વસ્તુઓને ખરીદવા લોકો દૂર દૂરથી આવે છે. જે ઘરોમાં ઘણી પદ્ધતિઓની જૂની પ્રથાઓ અને અનુષ્ઠાનોનું આયોજન કરતા હોય છે.
સ્થાનિક લોકો આ વસ્તુઓની ખરીદી એટલા માટે પણ કરે છે કે જૂની માન્યતાઓ અનુસાર સારા ભાગ્ય અને સુરક્ષા માટે ઘરોમાં આ વસ્તુઓ રાખવી જરૂરી છે.
20મી સદીમાં આ બજારનો ફેલાવો થયો અને હાલનું એક મુખ્ય પર્યટક આકર્ષણ છે. બોલિવિયન લોકો પોતાના પારંપરિક અને ધાર્મિક આસ્થા માટે અહીંયા આવે છે.