કરોડોની માલિક અક્ષતા મૂર્તિએ તેના લગ્નમાં પહેર્યો હતો આવો સાદો લહેંગા

ઈન્ફોસિસના મલિક નારાયણ અને સુધા મૂર્તિના બાળકો પણ તેમના માતા-પિતા જેટલી જ સાદગી ધરાવે છે.

અક્ષતા અને રોહન મૂર્તિ બંને સાદી જીવનશૈલી જીવે છે. જેનો મોટો પુરાવો છે તેમના લગ્ન,

અક્ષતા મૂર્તિએ તેના એકમાત્ર ભાઈ રોહનના લગ્નમાં ખૂબ જ સાદી વાદળી રંગની સાડી એકદમ સાદા દેખાતા બ્લાઉઝ સાથે સાડી પહેરી હતી.

રોહનના લગ્નની સાડી અક્ષતાએ દિવાળી પર ફરી પહેરી હતી. બ્રોડ બોટ નેક લુક બ્લાઉઝ સાથે ઓપન પલ્લા સ્ટાઈલની બનારસી સિલ્ક સાડી એકદમ સિમ્પલ અને એલિગન્ટ લુક આપી રહી હતી.

અક્ષતા મૂર્તિએ ઋષિ સુનક સાથેના લગ્નમાં હળવા નારંગી રંગનો શિમર અને નેટ લહેંગા પહેર્યો હતો. અક્ષતા સિમ્પલ લુકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી.

અક્ષતાએ ખાસ કટ સ્લીવ્સ સાથેનું બ્લાઉઝ પહેર્યું હતું. અક્ષતા ચમકદાર ચોલી ટોપ સાથે પીચ અને ઓરેન્જ બ્રોકેડ લહેંગામાં સુંદર લાગી રહી હતી.

અક્ષતાની મહેંદી તેના હાથમાં લાલ નારંગી ધાતુની બંગડીઓથી સુંદર રીતે શણગારેલી હતી.

તેણીએ પરંપરાગત બ્રાઈડલ લુક સાથે કેરી આકારનું પેન્ડન્ટ અને બેઝિક સ્ટડ ઈયરિંગ્સ પહેરી હતી.

ઋષિ સુનકની પત્નીનો ન્યૂડ લિપસ્ટિક, કાજલ અને બિંદી સાથેનો બ્રાઈડલ લુક ખૂબ જ લોકપ્રિય હતો.