અનાથાશ્રમ પાસેથી જમીન ખરીદી મુકેશ અંબાણીએ બનાવ્યું છે પોતાનું આલીશાન ઘર એન્ટિલિયા

મુકેશ અંબાણીનું એન્ટિલિયા દુનિયાનું સૌથી મોંઘું ઘર છે, જેની કિંમત 15000 કરોડ રૂપિયા છે. પરંતુ તમને કદાચ ખબર નહીં હોય કે અંબાણીએ એન્ટિલિયા માટે કોની પાસેથી અને કેટલામાં જમીન ખરીદી હતી.

અંબાણી પરિવારે 2002માં એન્ટિલિયા માટે મુસ્લિમ ચેરીટેબલ ટ્રસ્ટ પાસેથી જમીન ખરીદી હતી. એન્ટિલિયાનો વિસ્તાર 4 લાખ ચોરસ ફૂટ છે.

આ મુસ્લિમ ચેરિટેબલ ટ્રસ્ટ અનેક અનાથાશ્રમ ચલાવે છે. એન્ટિલિયાને બાદમાં આ જમીન પર બનાવવામાં આવ્યું હતું, જે હવે વિશ્વનું સૌથી મોંઘું રહેઠાણ છે.

અહેવાલ અનુસાર, એન્ટિલિયાની જમીનનો સોદો 44 લાખ ડોલરમાં થયો હતો, જે આજની તારીખે અંદાજે 37 કરોડ રૂપિયા છે.

એન્ટિલિયા મુંબઈના અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત છે, જેને ભારતના અબજોપતિઓની ગલી કહેવામાં આવે છે.

અબજોપતિઓના મોંઘા મકાનો અને પ્રોપર્ટીના દરને કારણે તેને દેશની સૌથી મોંઘી સ્ટ્રીટ પણ માનવામાં આવે છે.

એન્ટિલિયાનું બાંધકમ 2010માં પૂર્ણ થયું હતું. ત્યારબાદ 2011માં અંબાણી પરિવાર આ ઘરમાં શિફ્ટ થયો હતો.