નવી રમતમાં એમએસ ધોનીની એન્ટ્રી, ચેન્નાઈમાં શરૂ કર્યો બિઝનેસ
સોર્સ : Google
ભારતીય ક્રિકેટ દિગ્ગજ મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નાઈમાં એક નવું સ્પોર્ટ્સ વેન્ચર '7પેડલ' (7Padel) શરૂ કર્યું છે. પેડલ ટેનિસ અને પિકલેબોલ જેવા ઉભરતા સ્પોર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે આ નવું વેન્ચર શરૂ કરવામાં આવ્યું છે.
સોર્સ : Google
આ સ્પોર્ટ્સ વેન્ચરનું ઉદ્ઘાટન ધોનીએ CSKના ખેલાડી ઋતુરાજ ગાયકવાડ અને પ્રખ્યાત સંગીતકાર અનિરુદ્ધ રવિચંદર સાથે મળીને કર્યું હતું.
સોર્સ : Google
'7પેડલ' ચેન્નાઈમાં 20,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલું છે, જેમાં ત્રણ પેડલ ટેનિસ કોર્ટ અને એક પિકલેબોલ કોર્ટનો સમાવેશ થાય છે.
સોર્સ : X
આ ઉપરાંત, તેમાં સ્વિમિંગ પૂલ, જીમ, રિકવરી રૂમ અને કાફે જેવી સુવિધાઓ પણ છે. '7પેડલ' ફક્ત પ્રોફેશનલ્સમાં માટે જ નહીં પરંતુ સામાન્ય લોકો અને રમત પ્રેમીઓ માટે પણ ખુલ્લું છે.
સોર્સ : X
ચેન્નાઈ સાથે ધોનીનો સંબંધ કોઈથી છુપાયેલો નથી. CSK સાથેનું તેનું લાંબુ જોડાણ અને આ શહેરના ફેન્સનો સપોર્ટ આ સંબંધને વધુ મજબૂત બનાવે છે. '7પેડલ' લોન્ચ કરતી વખતે, ધોનીએ તેને ચેન્નાઈ પ્રત્યે કૃતજ્ઞતાનું પ્રતીક ગણાવ્યું.
સોર્સ : ESPNcricinfo
એમએસ ધોનીએ કહ્યું, "ચેન્નઈ હંમેશા મારા માટે ખાસ રહ્યું છે. આ શહેરે મને મેદાન પર અને બહાર ઘણું બધું આપ્યું છે અને અહીં મારું પહેલું પેડલ સેન્ટર શરૂ કરવું યોગ્ય લાગે છે."
સોર્સ : Google
તેણે વધુમાં કહ્યું, "પેડલ રોમાંચક છે. વધુ મહત્ત્વની વાત એ છે કે, તે ફક્ત પ્રોફેશનલ્સ માટે જ નથી, પરંતુ કોઈપણ આ રમત અજમાવી શકે છે. હું ઈચ્છું છું કે 7પેડલ એક એવી જગ્યા બને જ્યાં એથ્લેટ્સ, પરિવારો અને ફિટનેસ પ્રેમીઓ બધાને પોતાનું સ્થાન મળે."
સોર્સ : Google
ધોનીને ઘણી વખત પિકલેબોલ રમતા પણ જોવામાં આવ્યો છે. ખાસ કરીને દુબઈના ફ્લોટિંગ કોર્ટ પર રિષભ પંત સાથે પિકલેબોલ રમતા તેનો એક વીડિયો વાયરલ થયો હતો. પિકલેબોલ રમતગમતની દુનિયામાં ખૂબ જ ઝડપથી વિકસી રહ્યું છે.