મિસેસ અનંત અંબાણી બન્યા બાદ અંબાણી પરિવારે રાધિકા માટે 'શુભ આશીર્વાદ' સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં રાધિકાએ સુંદર ગુલાબી રંગના લહેંગા-ચોલી પહેર્યા હતા.

આ લહેંગા-ચોલી અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો હતો. લહેંગા પર કરેલી કારીગરી અને તેના પર બનેલી કલાકૃતિઓ તેને વધુ ખાસ બનાવી રહી છે.

અબુ જાની સંદીપ ખોસલાએ આ લહેંગા ચોલી બનાવવા માટે જયશ્રી બર્મન અને રિયા કપૂર સાથે કોલાબ્રેશન કર્યું હતું. આ લહેંગામાં ખાસ પેઇન્ટિંગ કરવામાં આવી છે. તેમજ લહેંગાનો ઘેર 12 કળીનો છે.

અનંત અને રાધિકાના વનતારા પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખીને આ ડ્રેસમાં પ્રાણીઓ પણ બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને હાથીઓ માટેનો પ્રેમ જે શુભ અને સુંદરતાનું પ્રતીક છે.

આ સાથે લહેંગામાં રિયલ ગોલ્ડ જરદોઝી હેન્ડ વર્ક કરવામાં આવ્યું છે. તેમજ બોડીસ પર રેશમના દોરાથી હેન્ડ વર્ક કરવામાં આવ્યું છે.

રાધિકાએ હીરા અને નીલમ જડેલો નેકલેસ પહેર્યો હતો. કાનમાં સ્ટડેડ ઇયરિંગ્સ અને માંગટિકા સાથે તે ખૂબ જ સુંદર દેખાતી હતી. તેના લુકને કમ્પ્લીટ કરવા માટે અંબાણી પરિવારની નાની વહુએ પણ તેના હાથમાં હીરા જડેલી બંગડીઓ પહેરી હતી.

આ સાથે તેણે વાળ બાંધીને એક લટ આગળ રાખી હતી અને માથા પર કમળના ફૂલ લગાવ્યા હતા. જે તેના લુકને કમ્પ્લીટ કરી રહ્યા છે. રિયા કપૂરે રાધિકાના આ લુકની તસવીરો શેર કરી છે.