સરકારી નોકરી કરવા માંગતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. મધ્ય પ્રદેશમાં 633 જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
મધ્ય પ્રદેશ પાવર ટ્રાન્સમિશન કંપની લિમિટેડ (MPTRANSCO)એ યુવાઓ માટે 633 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.
સરકારી કંપનીએ જૂનિયર એન્જિનિયર, સબસ્ટેશન એટેન્ડન્ટ, પ્લાન્ટ એટેન્ડન્ટ, લાઇન એટેન્ડન્ટ અને અન્ય પદો પર ભરતી બહાર પાડી છે.
જે પરીક્ષાર્થીઓએ B.Tech/B.E,LLB, ડિપ્લોમા અથવા ITIનો અભ્યાસ પૂર્ણ કર્યો છે તેમના માટે આ સુવર્ણ તક છે.
ઓનલાઇન અરજીની પ્રક્રિયા 4 જુલાઇ 2025થી શરૂ થશે અને અંતિમ તારીખ 4 ઓગસ્ટ 2025 છે.
અરજી કરવા માંગતા ઉમેદવારો mptransco.in વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે.
આસિસ્ટન્ટ એન્જિનિયર અને લો ઓફિસરને 56,100 રૂપિયાથી 1,77,500 રૂપિયા તેમજ જૂનિયર એન્જિનિયરને 32,800થી 1,03,600 રૂપિયા પગાર મળશે.
અરજી માટે જનરલ વર્ગ માટે 1200 રૂપિયા અને SC/ST/OBC/EWS માટે 600 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે.