અભિનેત્રી 48 વર્ષની ઉંમરે તેની કારકિર્દીની ટોચ પર છે. તેણે 'આર્યા' અને 'તાલી' જેવી સીરિઝ અને ફિલ્મોમાં તેની એક્ટિંગ સ્કિલ સાબિત કરી છે. જોકે, 24 વર્ષની ઉંમરે તેના પર કારકિર્દીને ગંભીરતાથી ન લેવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.
હકીકતમાં, દીકરીની ખરાબ તબિયતને કારણે તેને અક્ષય કુમાર સાથેની ફિલ્મ છોડવી પડી હતી. આજે તે બે દીકરીઓની માતા છે પણ હજુ તેણે લગ્ન નથી કર્યા. જ્યારે તેના અનેક ફેમસ સેલેબ્સ સાથે અફેર રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ સુષ્મિતા સેનની.
સુષ્મિતા સેન વિશે છેલ્લા કેટલાક સમયથી એવી અફવાઓ છે કે, તે તેના એક્સ બોયફ્રેન્ડ રોહમન શૉલને ડેટ કરી રહી છે. તેણે રિયા ચક્રવર્તીના પોડકાસ્ટ પર ખુલાસો કર્યો કે તે છેલ્લા બે વર્ષથી સિંગલ છે.
અભિનેત્રીએ કહ્યું હતું કે, 'મારા જીવનમાં કોઈ પુરુષ નથી. હું થોડા સમયથી સિંગલ છું. હું લગભગ બે વર્ષથી સિંગલ છું. હું અત્યારે કોઈને ડેટ કરી રહી નથી. મારા જીવનમાં અદભુત લોકો છે જે મારા મિત્રો છે.’
ભૂતપૂર્વ મિસ યુનિવર્સે ડેટિંગમાંથી બ્રેક લીધો છે અને આ સમયનો આનંદ માણી રહી છે. તે આગળ કહે છે, 'મને અત્યારે કોઈમાં રસ નથી. બ્રેક લેવો સારું છે, કારણ કે હું લગભગ 5 વર્ષથી રિલેશનશિપમાં હતી. તે ઘણો લાંબો સમય હતો.
સુષ્મિતા સેનના અફેરની વાતો ઘણી ફેમસ છે. તેનું નામ સંજય નારંગ, રણદીપ હુડ્ડા, મુદસ્સર અઝીઝ, વસીમ અકરમ સહિત લગભગ 11 લોકો સાથે જોડાયું હતું.
જ્યારે 2022માં લલિત મોદી સાથેની તેની તસવીરો વાયરલ થઈ હતી, ત્યારે લોકોએ તેના પર ગોલ્ડ ડિગરનો ઠપ્પો લગાવીને તેની મજાક ઉડાવી હતી.
રિયા ચક્રવર્તીએ પણ તેને કહ્યું હતું કે, 'તમને ખબર છે કે આ રૂમમાં તમારા કરતાં પણ મોટી ગોલ્ડ ડિગર છે?' આના પર સુષ્મિતા સેને કહ્યું, 'ખરેખર?' રિયાએ ફરી પોતાની જાતને સૌથી મોટી ગોલ્ડ ડિગર ગણાવી હતી.
લલિત મોદી સાથેના સંબંધોને કારણે સુષ્મિતાની ઘણી ટીકા થઈ હતી. સુષ્મિતાની કારકિર્દી શાનદાર હતી અને તે ચેરિટી પણ કરે છે, તેમ છતાં લોકોએ કહ્યું કે, તે પૈસા માટે લલિત મોદીની સાથે હતી.
સુષ્મિતા સેન ભલે પરિણિત ન હોય, પરંતુ તે બે દીકરીઓની માતાની જવાબદારી સારી રીતે નિભાવી રહી છે. અભિનેત્રીની મોટી દીકરીનું નામ રિની સેન અને નાની દીકરીનું નામ એલિસા છે.