ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી પાંચ મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થવા જઇ રહી છે. ભારતીય ટીમની કમાન શુભમન ગિલ સંભાળશે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સૌથી વધુ ટેસ્ટ રન બનાવનારા ભારતીય ખેલાડી વિશે જાણીયે..

ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ રન મામલે ગુંડપ્પા વિશ્વનાથ પાંચમા ક્રમ પર છે. ગુંડપ્પા વિશ્વનાથે 30 ટેસ્ટ મેચમાં 1880 રન બનાવ્યા છે.

રાહુલ દ્રવિડે ઇંગ્લેન્ડ સામે 21 ટેસ્ટ મેચમાં 1950 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને સાત સદી અને આઠ અડધી સદી ફટકારી છે.

ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ રન બનાવવા માટે વિરાટ કોહલી ત્રીજા નંબર પર છે. વિરાટ કોહલીએ 28 ટેસ્ટ મેચમાં 1991 રન બનાવ્યા છે.

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે ઇંગ્લેન્ડ સામે 38 ટેસ્ટ મેચમાં 38.20ની એવરેજ સાથે 2483 રન બનાવ્યા છે. આ દરમિયાન ચાર સદી ફટકારી છે.

ટેસ્ટ ક્રિકેટમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સૌથી વધુ રન બનાવનારા ભારતીય ખેલાડીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. સચિને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 32 ટેસ્ટમાં 2535 રન બનાવ્યા છે. આ દરમિયાન તેને સાત સદી ફટકારી છે.