સ્નીકર્સ... એ જ જૂતા જે એક સમયે ફક્ત જીમમાં કૂદવા અથવા શેરીઓમાં પોતાની સ્ટાઇલ બતાવવા માટે હતા, આજે તે ઓક્શનમાં હીરા અને ઝવેરાતને ટક્કર આપી રહ્યાં છે.વિશ્વના આવા જ મોંઘા કેટલાક જૂતા વિશે જાણીયે...

માઇકલ જોર્ડનનું 'ડાયનેસ્ટી કલેક્શન'. આ જૂતા 1991થી 1998 સુધી જોર્ડને NBA ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહેર્યા હતા. 2023માં આ જૂતા 66 કરોડમાં વેચાયા હતા.

1998ની NBA ફાઇનલ્સમાં માઇકલ જોર્ડને એર જોર્ડન 13 પહેરીને યૂટા જૈજને ધૂળ ચટાડી હતી. આ જૂતા 'ધ લાસ્ટ ડાન્સ' તરીકે ઓળખાય છે. 2023માં Sotheby'sમાં તેની બોલી 18.3 કરોડ સુધી પહોંચી હતી.

24 કેરેટ સોનાથી બનેલા આ જૂતાનું વજન 45 કિલો કરતા વધારે છે.આ જૂતાની કિંમત સાંભળીને જ તેને પહેરવાનું મન નહીં થાય. આ જૂતાની કિંમત 16.5 કરોડ છે.

2008ના ગ્રેમી એવોર્ડ્સમાં કાન્યે વેસ્ટે નાઇકી એર યીજી 1 પ્રોટોટાઇપ પહેર્યો હતો. આ જૂતા સ્નીકર કલ્ચરનું ગેમ ચેન્જર હતું. 2021માં Sotheby'sમાં તેની બોલી 15 કરોડ સુધી ગઇ હતી.

આ સ્નીકર એક સમયે સૌથી મોંઘા સ્પોર્ટ્સ શૂ બની ગયા હતા. 2021માં Sothebyના ઓક્શનમાં આ જૂતા 12 કરોડ કરતા પણ વધારે કિંમતમાં વેચાયા હતા.

1998ની NBA ફાઇનલ મેચ 5. માઇકલ જોર્ડનને તાવ આવ્યો હતો છતા પણ તેને એર જોર્ડન 12 પહેરીને 38 પોઇન્ટ મેળવ્યા હતા. આ જૂતાની હરાજી થઇ હતી ત્યારે તે 11.5 કરોડમાં વેચાયા હતા.