ચેન્નાઇ સુપરકિંગ્સનો ડેરિલ મિશેલ IPLના ઇતિહાસમાં એક ફિલ્ડર તરીકે સૌથી વધુ કેચ પકડવા મામલે મોહમ્મદ નબી સાથે પ્રથમ નંબરે આવી ગયો છે.
IPL2024માં હૈદરાબાદ વિરૂદ્ધ મિશેલે 5 કેચ પકડ્યા હતા. આ દરમિયાન તેને ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, હેનરિક ક્લાસેન, શહબાજ અહેમદ અને પેટ કમિન્સનો કેચ પકડ્યો હતો.
મોહમ્મદ નબીએ વર્ષ 2021માં હૈદરાબાદની ટીમ તરફથી રમતા મુંબઇ ઇન્ડિયન્સ વિરૂદ્ધ ફિલ્ડર તરીકે 5 કેચ પકડ્યા હતા.
સચિન તેંડુલકરે 2008માં કોલકાતા નાઇટ રાઇડર્સ વિરૂદ્ધ ફિલ્ડર તરીકે 4 કેચ પકડ્યા હતા. સચિને IPLમાં 78 મેચ રમતા 23 કેચ પકડ્યા છે.
2010માં ડેવિડ વોર્નરે રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચમાં કુલ 4 કેચ પકડ્યા હતા. વોર્નર અત્યાર સુધી 183 મેચમાં 86 કેચ પકડી ચુક્યો છે.
જેક કાલિસની ગણના વર્લ્ડ ક્રિકેટના સૌથી સફળ ઓલ રાઉન્ડર ખેલાડીઓમાં થાય છે. 2011માં IPL સિઝનમાં કાલિસે દિલ્હી ડેરડેવિલ્સ વિરૂદ્ધ મેચમાં 4 કેચ પકડ્યા હતા.