વર્લ્ડ ઈકોનોમિક ફોર્મ(WEF)નો 'ભવિષ્યની નોકરીનો રિપોર્ટ' 2025ના આધારે ભવિષ્યમાં કેટલીક નોકરીઓની માંગ બદલાઈ જવાની છે.

રિપોર્ટ અનુસાર, કેટલીય એવી નોકરીઓ છે જે ખતમ થવાના આરે છે જેના કારણે 9.2 કરોડ જેટલા લોકો બેરોજગાર થઈ શકે છે.

રિપોર્ટ પ્રમાણે 2030 સુધી દુનિયાભરમાં 17 કરોડ નવી નોકરીઓ ઊભી થઈ શકે છે પરંતુ આવતા 5 વર્ષમાં 9.2 કરોડ લોકો પોતાની નોકરી ગુમાવી પણ શકે છે.

વિકસિત ટેકનોલોજી, વસ્તીમાં ફેરફાર અને આર્થિક કારણોસર નોકરીઓમાં બદલાવ જોવા મળશે.

વધુમાં જણાવાયું છે કે, કૃષિ ક્ષેત્ર આવનારા વર્ષોમાં સૌથી વધુ રોજગારના મોકા ઊભા થશે જેમાં કૃષિ શ્રમિક અને બીજા શ્રમિકોનો સમાવેશ થશે.

તદ્દઉપરાંત નાના ટ્રક અથવા ડિલિવરી ડ્રાઈવર, સોફ્ટવેર અને એપ્લિકેશન ડેવલોપર,સેલ્સપર્સન, નર્સિંગ પ્રોફેશનલ્સ અને શિક્ષકોની માંગમાં પણ વધારો થઈ શકે છે.

ડેટા પ્રમાણે કેશિયર અને ટિકિટ ક્લાર્ક, પ્રશાસનિક સહાયક, કાર્યકારી સચિવ, સફાઈકર્મી, પોસ્ટલ સર્વિસ, બેન્ક ટેલર્સ અને પ્રિન્ટિંગ સાથે જોડાયેલ કામ પણ ખતમ થઈ જશે.