ઓસ્ટ્રેલિયાના પ્રવાસે શમી જશે કે નહીં?, કોચે આપ્યો જવાબ
શમીના બાળપણના કોચ મોહમ્મદ બદરુદ્દીને ખુલાસો કર્યો છે કે, 22 નવેમ્બરથી શરૂ થનારી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા જવા માટે તૈયાર છે.
એક મીડિયાને બદરુદ્દીને કહ્યું, "તે એડિલેડમાં રમાનારી બીજી ટેસ્ટ પછી ભારતીય ટીમ સાથે જોડાશે".
ઈજામાંથી ક્રિકેટના મેદાનમાં પરત ફરેલા મોહમ્મદ શમીએ રણજી ટ્રોફીમાં શાનદાર બોલિંગ કરી હતી. શમીએ મધ્યપ્રદેશ સામેની મેચમાં 4 વિકેટ ખેરવી હતી.
શમીએ ઓસ્ટ્રેલિયામાં 8 મેચ રમી છે. આ દરમિયાન તેણે 15 ઇનિંગ્સમાં 31 વિકેટ ઝડપી છે.
ક્રિકેટ ફેન્સ દ્વારા અટકળો લગાવવામાં આવી રહી છે કે શમી ટૂંક સમયમાં ભારતીય ટીમમાં વાપસી કરશે.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમવા માટે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે. 22 નવેમ્બરે પર્થમાં પ્રથમ ટેસ્ટ રમાશે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર