મિચેલ સ્ટાર્કે 5 વિકેટ લઈને રચ્યો ઈતિહાસ, IPLમાં 17 વર્ષ બાદ થયું આ કારનામું

IPL 2025ની પોતાની બીજી મેચમાં, દિલ્હી કેપિટલ્સના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને સનરાઈઝર્સ હૈદરાબાદને માત્ર 163 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

આમાં સૌથી મહત્ત્વપૂર્ણ ભૂમિકા ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ભજવી હતી, જેણે 35 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ સાથે, તે IPLમાં દિલ્હી માટે 5 વિકેટ લેનાર માત્ર બીજો બોલર બન્યો છે.

17 વર્ષ પછી, કોઈ બોલરે દિલ્હી ફ્રેન્ચાઇઝી માટે 5 વિકેટ ઝડપી છે. આ પહેલા અમિત મિશ્રાએ 2008માં ડેક્કન ચાર્જર્સ સામે 17 રન આપીને 5 વિકેટ લીધી હતી.

મિચેલ સ્ટાર્કે 35 વર્ષની ઉંમરે 5 વિકેટ લઈને પણ રેકોર્ડ બનાવ્યો. તે IPLમાં 5 વિકેટ લેનાર સૌથી મોટી ઉંમરનો ફાસ્ટ બોલર પણ બન્યો છે.

એટલું જ નહીં, આ મિચેલ સ્ટાર્કની IPL અને T20 કારકિર્દીમાં પહેલી 5 વિકેટ છે. આ મેચમાં તેણે પોતાની કારકિર્દીમાં એક નવી સિદ્ધિ ઉમેરી છે.

મિચેલ સ્ટાર્કે ટ્રેવિસ હેડ, ઈશાન કિશન અને નીતિશ કુમાર રેડ્ડી જેવા વિસ્ફોટક બેટ્સમેનોની વિકેટ લીધી હતી.

આ દરમિયાન સનરાઈઝર્સ માટે, યુવા બેટ્સમેન અનિકેત વર્માએ પોતાની પહેલી અડધી સદી ફટકારી અને 41 બોલમાં 74 રન બનાવ્યા હતા.