કેરળના ચાવરા ગામના કોટ્ટનકુલંગારા દેવી મંદિરમાં વર્ષોથી એક પરંપરાનું પાલન કરવામાં આવે છે. આ મંદિરમાં પ્રવેશવા માટે પુરૂષોએ મહિલાઓની જેમ 16 શણગાર કરવા પડે છે.

આ મંદિરમાં પુરુષોને પ્રવેશવાની મનાઈ છે. આ મંદિરમાં માત્ર મહિલાઓ અને કિન્નરો જ દેવીની પૂજા કરવા પરિસરમાં પ્રવેશ કરી શકે છે.

જો કોઈ પુરૂષને દેવીના દર્શન કે પૂજા કરવી હોય તો તેણે સ્ત્રીની જેમ જ 16 શણગાર કરવા પડે છે.

આ પરંપરા વિશે એવી માન્યતા છે કે જે પણ પુરૂષ સ્ત્રીના વેશમાં મંદિરમાં જાય છે, તેને નોકરીમાં પ્રમોશન મળે છે.

લગ્ન સંબંધી કોઈ સમસ્યા હોય તો તે પણ દૂર થઈ જાય છે. પ્રેમ લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે. દેવીની કૃપાથી દાંપત્ય જીવનમાં મધુરતા બની રહે છે.

આ મંદિરમાં દર વર્ષે ચામ્યાવિલક્કુનો તહેવાર ઉજવવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે દૂર દૂરથી મોટી સંખ્યામાં પુરૂષ ભક્તો આવે છે.

આ તહેવારમાં પુરૂષોનું જૂથ તેમના હાથમાં દીવા સાથે સરઘસ કાઢે છે.

અન્ય શહેરોમાંથી આવતા પુરૂષ ભક્તો માટે અહીં મેકઅપ રૂમ બનાવવામાં આવે છે. જ્યાં તેઓ મહિલાઓની જેમ 16 શણગાર કરે છે.

આ મંદિરમાં પ્રવેશવા માટે કોઈ વય મર્યાદા નથી. અહીં તમામ ઉંમરના પુરૂષો મહિલાઓની જેમ પોશાક પહેરીને દેવીની પૂજા કરી શકે છે.