વિશ્વનો સૌથી જૂના મગરનું નામ છે હેનરી, જેનો જન્મ 16 ડિસેમ્બર, 1900ના રોજ બોત્સ્વાનાના ઓકાવાંગો ડેલ્ટામાં થયો હતો.

આ મગરની ઉંમર 124 વર્ષની છે જે દક્ષિણ આફ્રિકાના સ્કોટબર્ગમાં ક્રોકવર્લ્ડ કન્ઝર્વેશન સેન્ટરમાં રહે છે.

હેનરી એક વિશાળ નાઇલ પ્રજાતિનો મગર છે, જે પ્રજાતિ આફ્રિકાના 26 દેશોમાં જોવા મળે છે, જેનું વજન 700 કિલો છે અને તેની લંબાઈ 16 ફૂટ છે.

તેના લાંબા જીવનમાં હેનરીએ તેના તીક્ષ્ણ દાંતથી ઘણા લોકોનો શિકાર કર્યો અને દક્ષિણ આફ્રિકાના આદિવાસીઓમાં તેણે ખોંફ ફેલાવ્યો હતો.

હેનરીનું નામ તેનો શિકાર કરી પકડનાર શિકારી સર હેનરી ન્યુમેનના નામ પરથી રાખવામાં આવ્યું હતું.

ક્રોકવર્લ્ડ કન્ઝર્વેશન સેન્ટરમાં અસંખ્ય સંતાનોને હેનરીના છે, જેમાં 10,000 થી વધુ બાળકોનો સમાવેશ થાય છે.

કેસિયસ ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો મગર છે, ત્યારે હેનરી વિશ્વનો સૌથી જૂનો મગર છે.