આજે અમે તમને જણાવી રહ્યા છે ફિલ્મ ‘સ્ત્રી 2’માં ચુડેલના રૂપમાં જોવા મળેલી ‘સ્ત્રી’ની અને તે રિયલમાં કેવી દેખાય છે.
ફિલ્મમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને અપારશક્તિ ખુરાનાની તો ખૂબ ચર્ચા થઈ, પરંતુ અહીં અમે જણાવવા જઈ રહ્યા છીએ કે કોણ બની છે ‘સ્ત્રી’.
હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘સ્ત્રી 2’માં જે એક્ટ્રેસે સ્ત્રીની ભૂમિકા ભજવી છે તેનું નામ ભૂમિ રાજગોર છે.
ભૂમિ એક ગુજરાતી એક્ટ્રેસ છે, જે ગયા વર્ષે ‘સત્યપ્રેમ કી કથા’માં જોવા મળી હતી.
ભૂમિ અમદાવાદની રહેવાસી છે અને તેણે ગુજરાતી સિનેમાથી પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.
તેણે અત્યાર સુધી ત્રણ પ્રોજેક્ટ કર્યા છે જેમાં ગુજરાતીમાં ‘હુર્રી ઓમ હુર્રી’ (2023) અને ‘ફક્ત મહિલાઓ માટે’ (2022) અને બોલિવૂડમાં ‘સત્યપ્રેમ કી કથા’ (2023) સામેલ છે.
‘સત્યપ્રેમ કી કથા’માં ભૂમિએ કિઆરા આડવાણીની બહેનનો રોલ પ્લે કર્યો હતો.
ભૂમિએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે એક ટ્રેઇન્ડ કથક ડાન્સર છે અને હંમેશાથી એક એક્ટ્રેસ બનવા ઈચ્છતી હતી.
તેણે કહ્યું, ‘મારાં મમ્મીનું અમદાવાદમાં એક સલૂન હતું અને મેં મેકઅપ આર્ટિસ્ટ બનવાની પણ ટ્રેનિંગ લીધી છે.’
વધુમાં તેણે કહ્યું કે, ‘હું લાંબા સમય સુધી મુંબઈમાં રહી છું અને અનેક ફેમસ સેલિબ્રિટી સાથે કામ કર્યું છે.’
ભૂમિએ જણાવ્યું કે, કોવિડ-19 રોગચાળા દરમિયાન સ્થિતિ એવી ઉભી થઈ કે તેમને તેમનું સલૂન બંધ કરવું પડ્યું.