મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોકે 67 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે કર્યા પાંચમા લગ્ન

મીડિયા ટાયકૂન રુપર્ટ મર્ડોકે તેની 67 વર્ષની ગર્લફ્રેન્ડ સાથે 93 વર્ષની ઉંમરે કેલિફોર્નિયામાં તેના ફાર્મહાઉસમાં લગ્ન કર્યા છે. આ તેમના પાંચમા લગ્ન છે.

રિપોર્ટ્સ અનુસાર, મર્ડોકે એલેના ઝુકોવા સાથે લગ્ન કર્યા છે. ઝુકોવા નિવૃત્ત બાયોલોજીસ્ટ છે.

એપ્રિલ 2023માં ભૂતપૂર્વ પોલીસ અધિકારી એન લેસ્લી સ્મિથ સાથેની સગાઈ તૂટી ગયા પછી મર્ડોક ઝુકોવાને ડેટ કરી રહ્યા હોવાની અફવા હતી. ઝુકોવા રશિયાથી યુનાઈટેડ સ્ટેટ્સમાં સ્થળાંતરિત થઈ હતી.

મર્ડોકને પહેલેથી જ છ બાળકો છે. તેમના પ્રથમ લગ્ન ઓસ્ટ્રેલિયન ફ્લાઇટ એટેન્ડન્ટ પેટ્રીશિયા બુકર સાથે થયા હતા,1960ના દાયકાના અંતમાં બંનેએ ડિવોર્સ લીધા હતા.

ત્યારબાદ તેમના બીજા લગ્ન 1967માં અન્ના ટોરોવ સાથે થયા અને 1999માં બંનેએ 32 વર્ષ સાથે બાદ ડિવોર્સ લીધા હતા.

આ પછી, વેન્ડી ડેંગ સાથે તેમના ત્રીજા લગ્ન 1999માં થયા હતા અને 2013માં ડિવોર્સ થયા હતા.

તેમના ચોથા લગ્ન 2016માં મોડલ જેરી હોલ સાથે થયા હતા. 2022માં બંનેના ડિવોર્સ થયા હતા.

ફોર્બ્સ અનુસાર, મર્ડોકના મીડિયા સામ્રાજ્યમાં ધ વોલ સ્ટ્રીટ જર્નલ, ફોક્સ ન્યૂઝ અને અન્ય પ્રભાવશાળી આઉટલેટ્સનો સમાવેશ થાય છે,

જેની કિંમત 20 અબજ ડોલરથી વધુ છે. મર્ડોકે ગયા નવેમ્બરમાં તેમના પુત્ર લેચલનને તેમના વૈશ્વિક મીડિયા સામ્રાજ્યનું નિયંત્રણ સોંપ્યું હતું.