જ્યારે પિરામિડની વાત આવે છે તો મગજમાં મિસ્ત્રના પિરામિડની જ તસવીરો આવે છે, પરંતુ શું તમે ભારતના પિરામિડ વિશે સાંભળ્યું છે?

એક લોકપ્રિય પૌરાણિક કથા મુજબ મહાભારતકાળમાં પાંડવોએ પોતાના વનવાસ દરમિયાન આ મંદિરનું નિર્માણ કર્યું હતું.

હિમાચલ પ્રદેશમાં મસરૂર રોક કટ ટેમ્પલ એટલે કે પત્થર કાપીને બનાવેલું મંદિર છે. આ મંદિરને હિમાલયન પિરામિડ કહેવામાં આવે છે.

હિમાચલ પ્રદેશની વેબસાઇટ મુજબ આ હિન્દૂ મંદિર છે જે 8મી સદીની શરૂઆતમાં બનાવવામાં આવ્યું હતું.

મસરૂર મંદિર હિમાચલ પ્રદેશમાં વ્યાસ નદીની કાંગડા ખીણમાં સ્થિત છે. તેનું મુખ ધૌલાધાર પર્વતો તરફ છે.

આ ઉત્તર ભારતીય નાગર વાસ્તુ શૈલીમાં બન્યા છે. કેટલાક ભૂકંપો સહન કર્યા પછી પણ આજેય આ મંદિરો અડિખમ ઉભા છે.