ફેસબુકના કો-ફાઉન્ડર અને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ ફરી એકવાર એક ખાસ કારણથી ચર્ચામાં આવ્યા છે. કારણ છે તેમના ઘરની પાછળનું યાર્ડ અને તેમાં રહેલી પ્રતિમા.
વાસ્તવમાં આ પ્રતિમા તેમની પત્ની પ્રિસિલા ચાનની છે. એટલે કે તેણે ઘરની પાછળ તેની પત્નીની પ્રતિમા બનાવી છે, જેની તસવીર માર્કે પોતે શેર કરી છે.
પોસ્ટના કેપ્શનમાં તેણે લખ્યું - 'બેકયાર્ડમાં પત્નીની પ્રતિમા બનાવવાની રોમન પરંપરાને પાછી લાવવાનો પ્રયાસ, આભાર ડેનિયલ અર્શમ.' ઉલ્લેખનીય છે કે, ડેનિયલ અર્શમ એ અમેરિકન કલાકાર છે જેણે આ સ્ટેચ્યુ બનાવ્યું છે.
પ્રતિમા ડેનિયલ્સની સિગ્નેચર સ્ટાઇલ, આર્કિટેક્ચર, શિલ્પ અને પ્રદર્શન કલાના બ્લેન્ડિંગ એલિમેન્ટને દર્શાવે છે. આ પ્રતિમા ટિફની ગ્રીન પેટિના સાથે અર્શમના તાજેતરના કાંસ્ય વર્ક સાથે નજીકથી મળતી આવે છે.
સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઝકરબર્ગના આટલી મહત્ત્વપૂર્ણ કલાકૃતિને પોતાની પત્નીને સમર્પિત કરવાના વિચારથી પ્રભાવિત થયા હતા.
એક યુઝરે મજાક કરતા કહ્યું, 'આ પોસ્ટ પછી પતિઓ દરેક જગ્યાએ ધ્રૂજી રહ્યા છે.' બીજાએ કહ્યું, 'છોકરીઓ, તમારા માટે એવો માણસ શોધો જે તમારી મૂર્તિઓ બનાવે.' એક યુઝરે લખ્યું - 'આ ખૂબ જ અદ્ભુત છે - તમારી પત્ની ગોડેસ જેવી દેખાઈ રહી છે.'
માર્ક ઝકરબર્ગ અને પ્રિસિલા ચેનના લગ્નને 12 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. તેઓ ત્રણ પુત્રીઓના માતા-પિતા છે - મેક્સિમા, ઓગસ્ટે અને ઓરેલિયા.
તેમના સંબંધોની શરૂઆત 2003માં ત્યારે થઈ જ્યારે તેઓ હાર્વર્ડ ખાતે એક કોલેજ પાર્ટીમાં મળ્યા.