બોલીવુડમાં 'પતિ-પત્ની ઔર વો'ના અનેક કિસ્સા! સુપરસ્ટાર્સનું લિસ્ટ જોઈને લાગશે આંચકો!

અમિતાભ બચ્ચન અને રેખાની લવસ્ટોરીથી કોઈ અજાણ નથી.જયા સાથે લગ્ન કર્યા પછી પણ અમિતાભ-રેખા સાથે પ્રેમમાં પડ્યા હતા.

અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્ન થયા,પરંતુ ફિલ્મ 'ઐતરાઝ'ના શૂટિંગ દરમિયાન અક્ષય કુમારને પ્રિયંકા ચોપરા સાથે પ્રેમ થઈ ગયો હતો.

હૃતિક રોશન-સુઝાન ખાનના 14 વર્ષ પછી છૂટાછેડા થઈ ગયા. આનું કારણ હૃતિકના જીવનમાં સબા આઝાદનો પ્રવેશ હોવાનું કહેવાય છે.

નાગા ચૈતન્યએ પહેલા સામંથા રૂથ પ્રભુ સાથે લગ્ન કર્યા, પરંતુ પછી નાગાએ છૂટાછેડા લીધા અને શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કર્યા.

બોની કપૂરના પહેલા લગ્ન મોના શૌરી સાથે થયા હતા, પરંતુ તેઓ શ્રીદેવીને કારણે અલગ થઈ ગયા.આ પછી તેમણે શ્રીદેવી સાથે લગ્ન કર્યા.

આદિત્ય ચોપરાએ બીજી વાર રાની મુખર્જી સાથે લગ્ન કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આદિત્યએ રાની મુખર્જીના કારણે તેની પહેલી પત્ની પાયલ ખન્નાને છોડી દીધી હતી.