બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સાથે મનીષા કોઈરાલાએ કરી મુલાકાત
બોલિવૂડ અભિનેત્રી મનીષા કોઈરાલાએ બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરી હતી
મનીષાએ તસવીરો શેર કરી અને લખ્યું, 'યુકે અને નેપાળ વચ્ચેની મૈત્રી સંધિના 100 વર્ષ પૂરા થવા પર પીએમ આવાસ પર આમંત્રણથી હું અભિભૂત છું, આપણા દેશ નેપાળ વિશે ઋષિ સુનકના વિચારો સાંભળીને ખૂબ જ ખુશ છું.'
મનીષા કોઈરાલા બ્રિટનમાં 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે PMના નિવાસ સ્થાને PM ઋષિ સુનકને મળી હતી. અભિનેત્રીએ આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
મનીષા કોઈરાલ નેપાળની છે, તે યુકે અને નેપાળ વચ્ચેની મિત્રતા સંધિના 100 વર્ષ પૂર્ણ થવા પર પ્રતિનિધિ તરીકે બ્રિટન પહોંચી હતી.
અભિનેત્રી હાલમાં જ રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની સિરીઝ 'હીરામંડી'માં જોવા મળી હતી, મનીષાએ જણાવ્યું કે બ્રિટનના પીએમ હાઉસના ઘણા લોકોએ તેની 'હીરામંડી' સિરીઝ જોઈ છે.
ઉલ્લેખનીય છે કે, મનીષા નેપાળના રાજકારણી પ્રકાશ કોઈરાલાની પુત્રી છે, જ્યારે મનીષા કોઈરાલાના દાદા બિશ્વેશ્વર પ્રસાદ કોઈરાલા નેપાળના વડાપ્રધાન રહી ચૂક્યા છે.