મલ્લિકા શેરાવત ફિલ્મ ‘વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો’ને લઈને ખૂબ ચર્ચામાં છે.
ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે તેના બાળપણ અને એક મહિલા તરીકે થતાં ભેદભાવ વિશે ખુલીને વાતો કરી હતી.
એક્ટ્રેસે કહ્યું કે, તેણે હરિયાણામાં ઉછેર દરમિયાન પુરુષ પ્રધાન સમાજનો નજીકથી અનુભવ કર્યો છે.
તેણે કહ્યું. મને કોઈનો સપોર્ટ નથી મળ્યો. મારા માતા-પિતાએ પણ મારો સાથ ન આપ્યો.
મલ્લિકાએ એક વાતચીતમાં જણાવ્યું કે, મહિલાઓ જ અન્ય મહિલાઓને પુરુષ પ્રધાન સમાજ સાથે બાંધીને રાખે છે અને બધા જ દરવાજા બંધ કરી દે છે.
તેણે વધુમાં કહ્યું કે, મારા માતા-પિતા મારી અને મારા ભાઈ વચ્ચે ઘણો ભેદભાવ કરતા હતા. હું એ વિચારીને અને જોઈને ખૂબ દુઃખી થઈ જતી હતી.
બાળપણમાં મને આ બધી વસ્તુઓ સમજમાં નહોતી આવતી પરંતુ જેમ-જેમ મોટી થઈ ગઈ આ બધુ જ સમજમાં આવતું ગયું.
તે છોકરો છે તો તેને વિદેશ મોકલો, તેને ભણાવો, તેના પર રૂપિયા ઈન્વેસ્ટ કરો. પરિવારની પ્રોપર્ટી દીકરાને જશે, પૌત્રને જશે છોકરીઓનું શું છે?
આ જ વાત જ્યારે દીકરી માટે કરવાની આવે તો તે તો લગ્ન કરીને જતી રહેશે. તે એક જવાબદારી છે. એક ભાર છે.
મને આ ખૂબ જ ખરાબ લાગતું, પરંતુ પછી મને અહેસાસ થયો કે માત્ર હું જ નહીં પણ મારા ગામની બધી જ છોકરીઓ આ પ્રકારના ભેદભાવ અને અન્યાયનો સામનો કરી રહી હતી.
શું માણસના હાથમાંથી નીકળી જશે AIનું કંટ્રોલ? જાણીતી કંપનીની ડરામણી ચેતવણી
4 રાશિના જાતકો માટે સોનાનો સૂરજ ઉગશે
પબ્લિક Wi-Fi માટે સરકાર લાવી 15, 30 અને 60 મિનિટના સસ્તા 'સેશે પ્લાન'
દરરોજ કોલ્ડ ડ્રિન્ક પીવાથી શરીરને થાય છે ગેરફાયદા