મલાઇકા અરોરા અને અરબાઝ ખાનનો દીકરો અરહાન ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરતા પહેલા જ એક મોટો સ્ટાર બની ગયો છે.
અરહાને મિત્રો સાથે પોતાનો એક ચેટ શો ‘ડંબ બિરયાની’ શરૂ કર્યો છે, જેમાં ખાન પરિવાર સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સ રસપ્રદ ખુલાસા કરતા જોવા મળી રહ્યા છે.
અરબાઝ અને સોહેલ ખાન લાડલા દીકરા અરહાનના શોમાં પહેલા ગેસ્ટ બન્યા હતા. જ્યાં તેમણે પોતાના તૂટેલા લગ્ન અને સંબંધો વિશે ખૂબ જ રસપ્રદ વાતો શેર કરી હતી.
હવે બોલિવૂડની ફેશન ડીવા મલાઇકા તેના દીકરા અરહાનના શોમાં જોવા મળશે. એપિસોડનું ટીઝર સામે આવી ગયું છે, જે ઈન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
શોમાં મલાઇકા અને અરહાન એક-બીજા સાથે ગેમ રમે છે, જેમાં તેમણે એક-બીજાની લાઇફ સાથે જોડાયેલા ખૂબ જ મજેદાર સવાલ પૂછ્યા.
મલાઇકાએ તેના 21 વર્ષના દીકરા અરહાનને તેની સેક્સ લાઇફ પર સવાલ કર્યો. એક્ટ્રેસે અરહાનને પૂછ્યું- તે પહેલી વખત તારી વર્જિનિટી ક્યારે લૂઝ કરી હતી?
મોમ મલાઇકાનો આ સવાલ સાંભળીને અરહાન પણ શોક્ડ જોવા મળ્યો, પરંતુ મલાઇકાએ દીકરાને કહ્યું- મને ઇમાનદારીથી જવાબ આપજે.
અરહાન અને મલાઇકા વચ્ચે ખૂબ જ સ્ટ્રોન્ગ બોન્ડિંગ છે, જે દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ફેન્સનું કહેવું છે કે, તેઓ એપિસોડની રાહ નથી જોઈ શકતા.
પંરતુ કેટલાક લોકો એવા પણ છે જે મલાઇકાને ટ્રોલ કરી રહ્યા છે. તેમને મલાઇકાનો દીકરાને તેની સેક્સ લાઇફ પર સવાલ પૂછવો યોગ્ય ન લાગ્યો.
એક યુઝરે લખ્યું, બોલિવૂડ કેટલું ખરાબ છે. મોડર્ન બનવામાં લોકોએ મા-દીકરાના સંબંધોની મર્યાદા ન ભૂલવી જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું, આ શરમજનક છે.
વધુ એક યુઝરે લખ્યું, આ સેલિબ્રિટીઝ ઈન્ડિયાની સંસ્કૃતિને બરબાદ કરી રહ્યા છે. તો અન્ય એક યુઝરે લખ્યું - આ કેવા સંસ્કાર છે.