એક્ટ્રેસ મલાઇકા અરોરાના પિતા અનિલ અરોરાએ છતથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. મર્ચેન્ટ નેવીમાં રહી ચૂકેલા અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઇકા પુણેમાં હતી. સમાચાર મળતા જ તે મુંબઈ માટે રવાના થઈ ગઈ.
આ પહેલા પણ અનેક ફેમસ સેલિબ્રિટીના સુસાઇડ કરવાના સમાચાર આવતા રહ્યા છે. સુશાંત સિંહ રાજપૂત, પ્રત્યુષા બેનર્જી, દિવ્યા ભારતી એવા સેલેબ્સમાં છે, જેમના સુસાઇડના સમાચારે ફેન્સે ચોંકાવી દીધા હતા.
હવે એવામાં એ જાણવું ખૂબ જરૂરી થઈ જાય છે કે આખરે વ્યક્તિના મનમાં સુસાઇડના વિચાર કયા કારણોસર આવે છે અને જો કોઈને આવા વિચાર આવે તો શું કરવું જોઈએ.
સુસાઇડની પાછળ ડિપ્રેશન, બાઇપોલર ડિસઓર્ડર, પર્સનાલિટી ડિસઓર્ડર, અચાનક કોઈ ઘટનાની માનસિક અસર અને તણાવી જેવી અનેક સ્થિતિઓ હોઈ શકે છે.
આ સમસ્યાથી પીડાતા લોકો કાયમ ઉદાસ રહે છે અને તેના મનમાં કાયમ નેગેટિવ વિચાર જ આવતા રહે છે. ઘણી વખત તેઓ ખુદને પરિસ્થિતિઓની સામે એટલા હેલ્પલેસ અનુભવે છે કે તેમના મનમાં આપઘાત કરવાનો વિચાર આવવા લાગે છે.
જરૂર કરતા વધુ અને વાત-વાત પર ગુસ્સે થવું, કાયમ ઉદાસ રહેવું, મૂડ સ્વિંગ, ભવિષ્યને લઈને ચિંતિત રહેવું, ઊંઘ ન આવવી, આ તમામ લક્ષણ બતાવે છે કે વ્યક્તિ મેન્ટલી પરેશાન છે.
એક રિપોર્ટ મુજબ, ડિપ્રેશન, સુસાઇડની ફેમિલી હિસ્ટ્રી, ક્રોનિક પેન, પારિવારિક ઝઘડા, સેક્સુ્લ અબ્યૂઝ, ફિઝિકલ અબ્યૂઝના કારણે લોકોને સુસાઇડના વિચાર આવે છે.
આપઘાત વિશે વિચારનારા 50થી 75 ટકા લોકો તેનો ઉલ્લેખ પોતાના મિત્ર અથવા કોઈ નજીકના રિલેટિવ સાથે કરે છે. એટલે જો કોઈ તમને એવા સંકેત આપે તો ધ્યાનથી સાંભળો.
અમેરિકન ફાઉન્ડેશન ફોર સુસાઇડ પ્રિવેન્શન સલાહ આપે છે કે જો કોઈના મનમાં સુસાઇડના વિચાર આવે છે તો તેની સાથે શાંતિથી વાત કરો, તેની સંભાળ લો, વાતોને ગંભીરતાથી લો, તેમને જીવનનું મહત્ત્વ જણાવો, તેમની સાથે સંપર્કમાં રહેવાથી તેમને આપઘાત કરતા અટકાવી શકાય છે.
મનોચિકિત્સકનું કહેવું છે કે, સુસાઇડ કરનાર વ્યક્તિ લાંબા સમયથી કોઈ ન કોઈ પ્રકારની માનસિક બીમારી અથવા માનસિક પરેશાનીથી પીડાતો હોય છે.
તેમનામાં ત્રણ-ચાર વાતો જોવા મળે છે. પહેલી- સીવિયર ડિપ્રેશન. જો કોઈ વ્યક્તિ ડિપ્રેશનમાં જતી રહે છે તો તેને તેનું જીવન નિરર્થક લાગવા લાગે છે. તેને લાગે છે કે, તેનું જીવન ખરાબ થઈ ગયું છે અને જીવવાનો કોઈ અર્થ નથી.
બીજું - સાઇકોટિક ડિસઓર્ડર. તેનો અર્થ છે કે વ્યક્તિના કાનમાં જુદા-જુદા પ્રકારનો અવાજ સંભળાય છે. વ્યક્તિના મનમાં કેટલાક વિચારો બની જાય છે. આ અવાજ અને વિચારોના કારણે તેના મનમાં સુસાઇડના વિચાર આવવા લાગે છે.
ત્રીજું- ઈમ્પલ્સિવ બિહેવિયર. તેનો અર્થ છે કે લોકો ગુસ્સામાં આવીને અચાનક જ પોતાનું જીવન ટૂંકાવી લે છે. જો કોઈ વ્યક્તિ એવી છે જે ડિપ્રેશનમાં છે, ગુસ્સો કરી રહી છે, ખૂબ ડ્રિંક કરી રહી છે. એવામાં તેના મનમાં પણ સુસાઇડના વિચાર આવવા લાગે છે.
જો સમય રહેતા તેમને ન્યૂરોસાયન્ટિસ્ટ પાસે લઈ જવામાં આવે તો તેમના મનમાં એવા વિચારો આવવાથી બચાવી શકાય છે.