અઠવાડિયામાં બરફની જેમ ઓગળશે ચરબી, જાતે જ બનાવો ડિટોક્સ વોટર
વરિયાળી, જીરું અને અજમાનું પાણી શરીરમાં રહેલા ઝેરી તત્વોને દૂર કરવામાં મદદરૂપ બને છે. તેના સેવનથી શરીરને ડિટોક્સ કરવામાં મદદ મળી શકે છે.
એટલું જ નહીં, તે કિડની અને લીવરની સફાઈમાં પણ મદદ કરી શકે છે.
આ પાણી બનાવવા માટે સૌથી પહેલા એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરો.
હવે તેમાં એક ચમચી અજમો, એક ચમચી વરિયાળી અને એક ચમચી જીરું નાખીને ઉકાળવું.
પાણી બરાબર ઉકળે એટલે તેને ગ્લાસમાં ગાળી લેવું. સ્વાદ વધારવા માટે તમે તેમાં મધનો પણ ઉપયોગ કરી શકો છો.
વરિયાળી, જીરું અને અજમાના પાણીનું સેવન કરવાથી હૃદયને સ્વસ્થ રાખવાની સાથે-સાથે હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવામાં મદદ મળી શકે છે.
આ પાણીમાં એન્ટિઓક્સિડન્ટ્સ, એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરી શકે છે.
આ ત્રણ વસ્તુઓમાંથી બનાવેલ ડ્રીંક શરીરમાં એકઠી થતી વધારાની ચરબીને ઘટાડવામાં મદદ કરી શકે છે.