IPL 2024ની 48મી મેચ આજે લખનઉ સુપર જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.
લખનઉની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાન પર છે જ્યારે મુંબઈ 9મા સ્થાન પર છે.
આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સ ટીમની મુશ્કેલી વધારવા માટે લખનઉનો ઘાતક ખેલાડી ટીમમાં વાપસી કરી રહ્યો છે.
મયંક યાદવ ઈજાના કારણે ટીમની બહાર હતો પરંતુ હવે તે સંપૂર્ણપણે ફિટ છે અને તે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચ રમવા માટે તૈયાર છે.
આ સિઝનમાં મયંકે પોતાની શાનદાર બોલિંગથી લોકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. આ તેની પહેલી IPL સિઝન છે.
IPL 2024માં મયંકે આ સિઝનનો સૌથી ફાસ્ટ બોલ પણ ફેંક્યો છે. મયંકે એક મેચમાં 156.7 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.
આ સિઝનમાં અત્યાર સુધીમાં મયંકે 6 વિકેટ ઝડપી છે. હવે ફરી એકવાર ટીમ મયંક પાસેથી આવા જ શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખશે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર