છૂટાછેડા પછી હની સિંહના જીવનમાં ફુટ્યા પ્રેમના અંકુર, જાણો રેપર કોને ડેટ કરી રહ્યો છે

પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય રેપર અને સિંગર હની સિંહ પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ઘણા સમાચારોમાં રહે છે.

હની સિંહ ઘણીવાર મીડિયામાં પણ જોવા મળે છે.

હવે સમાચાર આવી રહ્યા છે કે છૂટાછેડા પછી હની સિંહ ફરી એકવાર પ્રેમમાં પડ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હની સિંહ પહેલા મોડલ ટીના થડાનીને ડેટ કરી રહ્યો હતો.

જો કે, વર્ષ 2023 માં થોડા મહિના ડેટિંગ કર્યા પછી તેઓ છૂટા પડી ગયા.

જો રિપોર્ટ્સનું માનીએ તો, હની સિંહના જીવનમાં પ્રેમ ફરી એકવાર દસ્તક દીધો છે અને ગાયક હવે હીરા સોહલને ડેટ કરી રહ્યો છે.