લગ્ન પ્રસંગમાં લાગશો Queen, જ્યારે પહેરશો નુસરત ભરૂચા જેવી ચણિયાચોળી
નુસરત ભરૂચાની શિફોન ફેબ્રિકમાંથી બનેલા શિમરી ચણિયાચોળી રોયલ લુક આપી રહી છે. તમે કોઈપણ પ્રસંગ માટે આ પ્રકારનો લહેંગા પસંદ કરી શકો છો.
ફ્લોરલ પ્રિટેન્ડ લેહેંગા
જો તમે તમારી સગાઈમાં કંઈક સિમ્પલ પહેરવા માંગતા હોવ તો આ પ્રકારની ચણિયાચોળી પહેરો. આ તમને ઉનાળામાં કૂલ લુક આપશે.
આ ગ્રીન કલરની ચણિયાચોળી તમે મહેંદી-સંગીત જેવા પ્રસંગ માટે પસંદ કરી શકો છો.
જ્યારે તમે બ્લુ સિક્વન્સ વળી ચણિયાચોળી પહેરીને કોઈની સગાઇ કે સંગીતમાં જશો, ત્યારે બધાની નજરો તમારા પર અટકી જશે, તમે નુસરતની જેમ ડિઝાઇન કરેલ ચણિયાચોળી સાથે દુપટ્ટાને બદલે લોંગ જેકેટ પહેરી શકો છો.
અભિનેત્રીએ શોર્ટ ચોલી સાથે ઓફ વ્હાઇટ લહેંગા પહેર્યો છે. સાદા દુપટ્ટાને બદલે તમે હેવી દુપટ્ટાને કેરી કરી શકો છો. આની સાથે તમે ગોલ્ડ જ્વેલરી ઉમેરીને એક અનોખો લુક મેળવી શકો છો.
સગાઇ જેવા પ્રસંગે પીળા રંગની ચણીયાચોળી પહેરવી શુભ માનવામાં આવે છે. તમે નુસરતની જેમ ફુલ સ્લીવ્સ ચોલી સાથે ચણિયાનું કોમ્બિનેશન બનાવી શકો છો. આ એકદમ સુંદર લાગે છે.
હેવી પિન્ક ચણિયાચોળી
સ્ટોન અને સિક્વન્સ વર્કથી ડેકોરેટ થયેલી આ ચણિયાચોળી ઘણી મોંઘી અને એકદમ હેવી છે. તમે આ પ્રકારની ચણિયાચોળી પણ પહેરી શકો છો. પરંતુ તમારે એક સારો ડિઝાઇનર શોધવો પડશે.
તમે તમારા લગ્નમાં લાલ ચણિયાચોળી પહેરી શકો છો. જરી વર્કથી શણગારેલી આ એક્દમ યુનિક ડિઝાઇન છે. આ પ્રકારના લહેંગા ઘણા ડિઝાઇનર્સ પાસેથી મળશે. તે ટ્રેડિશનલ લુક આપે છે.