ભારતમાં IPLનો ક્રેઝ જોવા જેવો છે, લગભગ દોઢ મહિના સુધી ચાલનારી આ લીગમાં ઘણા રેકોર્ડ નોંધાયા છે.
IPLમાં બેટ્સમેનોના નામે ઘણા ઐતિહાસિક રેકોર્ડ છે, અમે એવા ખેલાડીઓ વિશે વાત કરીશું જેમણે IPLમાં લાંબી સિક્સ ફટકારી છે.
આ યાદીમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો ખેલાડી એલ્બી મોર્કેલ પ્રથમ સ્થાને છે, એલ્બીએ IPLની પ્રથમ સિઝનમાં 125 મીટર લાંબી સિક્સ ફટકારી હતી, આ રેકોર્ડ કોઈ નથી તોડી શક્યું.
આ યાદીમાં પ્રવીણ કુમારનું નામ બીજા સ્થાને છે, પ્રવીણે વર્ષ 2013માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતા 124 લાંબી સિક્સર ફટકારી હતી.
આ યાદીમાં ત્રીજા સ્થાને રહેલા એડમ ગિલક્રિસ્ટે વર્ષ 2011માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતી વખતે 122 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.
રોબિન ઉથપ્પા આ યાદીમાં ચોથા સ્થાને છે, તેણે વર્ષ 2010માં રોયલ ચેલેન્જર્સ તરફથી રમતી વખતે 120 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.
યુનિવર્સ બોસના નામથી પ્રખ્યાત બેટ્સમેન ક્રિસ ગેલના નામે IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતી વખતે 119 મીટર લાંબી સિક્સ મારવાનો રેકોર્ડ છે, ગેલે આ કારનામું વર્ષ 2013માં કર્યું હતું.
આક્રમક બેટ્સમેન યુવરાજ સિંહે IPL 2009માં કિંગ્સ ઈલેવન પંજાબ તરફથી રમતી વખતે 119 મીટર લાંબી સિક્સ ફટકારી હતી.
દિનેશ કાર્તિકે IPL 2024માં 108 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. જે આ સિઝનની અત્યાર સુધીની સૌથી લાંબી સિક્સ છે.