વિશ્વના સૌથી શક્તિશાળી દેશોની યાદી જાહેર કરાઈ, આ નંબર પર છે ભારત

કેટલાક દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન વિશ્વના ક્યા દેશ સૈન્ય ક્ષમતાની દૃષ્ટિએ સૌથી શક્તિશાળી છે તે મામલે એક રિપોર્ટ જાહેર કરાયો છે.

જેમાં દાવો કરાયો છે કે સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં અમેરિકા પહેલા સ્થાન પર છે. જ્યારે બીજા ક્રમે રશિયન સૈન્ય છે.

ત્રીજા ક્રમે ચીન અને ચોથા ક્રમે ભારતીય સૈન્યનો સમાવેશ થાય છે. આ યાદી ગ્લોબલ ફાયરપાવર ઈન્ડેક્સ દ્વારા જારી કરાઈ છે.

અમેરિકન સૈન્યમાં જવાનોની સંખ્યા ભારતીય સૈન્ય કરતા ઓછી છે. જો કે તેની પાસે હથિયારોની સંખ્યા વધુ હોવાથી તે ટોચના સ્થાને રહ્યું છે.

આંકડા મુજબ ભારતીય સૈન્યમાં જવાનોની સંખ્યા 51 લાખથી પણ વધુ છે. જ્યારે અમેરિકામાં આ સંખ્યા ભારતીય સૈન્ય કરતા અડધાથી પણ ઓછી છે.

અમેરિકા પાસે 21,27,500 જવાનો, 13,209 એરક્રાફ્ટ અને 4,657 ટેંકો છે, રશિયા પાસે 35,70,000 જવાનો, 4,225 એરક્રાફ્ટ અને 14,777 ટેંકો છે.

ચીન પાસે 31,70,000 જવાનો, 3,304 એરક્રાફ્ટ, 5 હજાર ટેંકો છે, ભારત પાસે 51,37,550 જવાનો જે સૌથી વધુ માનવામાં આવે છે, ભારત પાસે 2,216 એરક્રાફ્ટ અને 4,614 ટેંકો છે.

અમેરિકા સૈન્ય પાછળ 876 બિલિયન ડોલરનો ખર્ચ કરે છે. રશિયા પ્રતિ વર્ષ સૈન્ય પાછળ 86 બિલિયન ડોલરનો ખર્ચો કરે છે.

ચીનનો સૈન્ય ખર્ચ લગભગ 292 બિલિયન ડોલર છે.

સૌથી શક્તિશાળી દેશોમાં ભારત ચોથા ક્રમ પર છે. ભારતનો સૈન્ય ખર્ચ 81 બિલિયન ડોલર છે.

આ યાદીમાં પાંચમા ક્રમ પર સાઉથ કોરિયા છઠ્ઠા નંબર પર બ્રિટન છે. વિશ્વના સૌથી શક્તિશાળી સૈન્યમાં પાકિસ્તાન 9મા સ્થાન પર છે.