લિયોનેલ મેસ્સીનું વર્લ્ડ કપમાં મોટું કારનામું, આ કામ કરનાર એકમાત્ર ખેલાડી બન્યો
સોર્સ : Google
ફિફા વર્લ્ડ કપ 2026ની અંતિમ ગ્રુપ સ્ટેજ મેચમાં આર્જેન્ટિનાના દિગ્ગજ કેપ્ટન લિયોનેલ મેસ્સીએ વધુ એક જાદુઈ સિદ્ધિ હાંસલ કરી. મેસ્સીએ જોર્ડન સામે ગોલ કરીને એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. આર્જેન્ટિનાએ મેચ 3-1થી જીતી હતી.
સોર્સ : Instagram
આર્જેન્ટિના પહેલાથી જ ગ્રુપ Jના વિજેતા તરીકે નક્કી થઈ ગયું હતું, તેથી મેસ્સીનો શરૂઆતના અગિયારમાં સમાવેશ નહતો કરવામાં આવ્યો. મેસ્સીએ 60મી મિનિટે મેદાનમાં પ્રવેશ કર્યો અને ઈતિહાસ રચ્યો.
સોર્સ : Instagram
લિયોનેલ મેસ્સીએ રમતની 80મી મિનિટે ફ્રી કિકથી ગોલ કર્યો. આ સાથે, તે વર્લ્ડ કપ ઈતિહાસમાં સતત સાત મેચમાં ગોલ કરનાર પ્રથમ ફૂટબોલર બન્યો.
સોર્સ : Instagram
લિયોનેલ મેસ્સીએ ફિફા વર્લ્ડ કપ 2026 ના ત્રણેય ગ્રુપ મેચમાં ગોલ કર્યા. તેણે અગાઉ 2022 વર્લ્ડ કપની ગ્રુપ 16, ક્વાર્ટર-ફાઈનલ, સેમીફાઈનલ અને ફાઈનલમાં ગોલ કર્યા હતા.
સોર્સ : Google
લિયોનેલ મેસ્સીના હવે 19 ગોલ છે, જે ફિફા વર્લ્ડ કપ ઈતિહાસમાં સૌથી વધુ છે. તે વર્તમાન એડિશનમાં પણ છ ગોલ સાથે સ્કોરિંગ ચાર્ટમાં આગળ છે.