જૂની સ્ટાઇલ છોડી દો, શિલ્પા શેટ્ટીની ફયુઝન સાડીઓ અજમાવો
શિલ્પા શેટ્ટી 8 જૂને પોતાનો 50મો જન્મદિવસ ઉજવી રહી છે. ફેશન દીવા સાડી લુકમાં અદ્ભુત લાગે છે. તમે પણ તેને અજમાવી શકો છો.
શિલ્પાએ ફૂલ નેક બ્લાઉઝ સાથે સાડી પહેરી છે, જેના પલ્લુ પર કટ આઉટ ડિઝાઇન છે. પરંપરાગત સાડીથી વિપરીત,આ પ્રકારની સાડી તમને ફયુઝન લુક બનાવવામાં મદદ કરશે.
શિલ્પા શેટ્ટીના આ વાયરલ થયેલ લુકમાં જીન્સ સાથે ડેમીન સાડી સ્ટાઇલ કરી છે,તેણે સાબિત કર્યું કે ફેશન ફક્ત પ્રયોગો વિશે છે. તમે તેના લુકમાંથી પણ વિચારો લઈ શકો છો.
આ ટ્રેન્ડી લુક તમને ઇન્ડો-વેસ્ટર્ન વાઈબ આપશે. શિલ્પાએ પ્લિટ વગરની સાડી પહેરી અને પલ્લુને આ રીતે સીધો પહેર્યો છે અને હોલટર નેક બ્લાઉઝ સાથે જોડી દીધો છે.
શિયાળાના લગ્ન માટે આ પરફેક્ટ વિકલ્પ છે. જેકેટ સ્ટાઇલ ફયુઝન સાડીને તમે એથનીક સાડી સાથે લાંબુ કે ટૂંકું જેકેટ ઉમેરીને પણ શિલ્પા જેવો લુક મળવી શકો છો.
શિલ્પા શેટ્ટીએ પરંપરાગત સાડી કરતાં અલગ રીતે સફેદ સાડી પહેરી છે. તેણે આ સાડી સાથે કોન્ટ્રાસ્ટ બ્લાઉજ પહેર્યું છે.
શિલ્પા ટિશ્યૂ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે સાડીને ડીપ નેક બ્લાઉઝ સાથે સ્ટાઇલ કરી છે.