કાળા રંગના બટાકા જેવા આકારવાળી આ શાકભાજી ઉત્તરાખંડમાં ખૂબ ઉગે છે અને આને બટાકાની જેમ જ ખાવામાં આવે છે.

આને ત્યાં 'એર પોટેટો' કહેવામાં આવે છે અને સ્વાદ તેનો સ્વાદ પણ બટાકા જેવો જ હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ બટાકા પાંચસો ગ્રામ સુધીના પણ હોઈ શકે છે.

એર પોટેટો મુખ્યરીતે એશિયા અને આફ્રિકામાં થાય છે તેને નાઇજીરીયાની મૂળ પેદાશ કહેવામાં આવે છે. જે જમીનની ઉપર વેલાઓ પર ઉગે છે.

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આ 2000 મીટરની ઊંચાઈ ધરાવતાં વિસ્તારોમાં ઉગે છે જેને ગેઠીના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ વિશે ચરક સંહિતામાં પણ લખવામાં આવ્યું છે. આ ખાંસીને મટાડવામાં લાભદાયી છે તેમાં ગ્લુકોઝ અને ફાઈબર ખૂબ પ્રમાણમાં હોય છે.

શિયાળાના સમયે આ બજારમાં આવવા લાગે છે ત્યારે તેની કિંમત 70થી 100 રૂપિયા પ્રતિ કિલોની વચ્ચે હોય છે.

સમગ્ર દુનિયામાં ગેઠીની કુલ 600 પ્રજાતિઓ મળે છે. આ કાળાની સાથે ગુલાબી, ભૂરા અને લીલા રંગના પણ હોય છે.

તેનું સેવન ડાયાબિટીસ, કેન્સર, શ્વાસની બિમારી, પેટનો દુખાવો, રક્તપિત્ત અને અપચા સંબંધિત સમસ્યાઓમાં વિશેષ લાભદાયી છે.