કુલદીપ યાદવે એશિયા કપમાં બનાવ્યો રેકોર્ડ, UAEના બોલરને પાછળ છોડ્યો

સોર્સ : ESPNcricinfo

ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર ​​કુલદીપ યાદવ એશિયા કપ 2025માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે.

સોર્સ : ESPNcricinfo

શ્રીલંકા સામેની સુપર-4 મેચમાં કુલદીપ યાદવે 31 રન આપીને એક વિકેટ લીધી હતી. તેણે શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસલંકાને આઉટ કરતા જ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે.

સોર્સ : ESPNcricinfo

કુલદીપ યાદવ હવે T20 એશિયા કપની એક જ સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

સોર્સ : ESPNcricinfo

વર્તમાન એશિયા કપમાં અત્યાર સુધી કુલદીપે 6 ઈનિંગ્સમાં 6.04ની ઈકોનોમી સાથે 13 વિકેટ લીધી છે.

સોર્સ : ESPNcricinfo

આ સાથે કુલદીપે સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અમજદ જાવેદનો રેકોર્ડ તોડ્યો છે. જાવેદે 2016 એશિયા કપમાં સાત ઈનિંગ્સમાં 12 વિકેટ લીધી હતી.

સોર્સ : ESPNcricinfo

આ સિવાય અલ-અમીન હુસૈન, મોહમ્મદ નવીદ અને ભુવનેશ્વર કુમાર 11-11 વિકેટ સાથે આ યાદીમાં ત્રીજા ક્રમે છે.

સોર્સ : Google