દુનિયાની સૌથી સ્પીડમાં દોડનારી કારનું નામ છે Koenigsegg Jesko Absolut.
એક તરફ જ્યાં જાપાનની બુલેટ ટ્રેનની સ્પીડ 320 kmph છે તો Koenigsegg Jesko Absolutની સ્પીડ 531 kmph છે.
દિલ્હીથી મુંબઈ વચ્ચેનું અંતર 1,436 કિમી. છે અને બાય રોડ આ અંતર પૂરું કરવામાં 20 કલાક કરતા પણ વધુ સમય લાગે છે.
ત્યારે જો આ કારમાં દિલ્હીથી મુંબઈની મુસાફરી કરવામાં આવે તો માત્ર 3 કલાકમાં જ સફર પૂરું કરી શકાય છે.
દુનિયાની આ સૌથી સ્પીડમાં દોડનારી કારે માત્ર એક જ દિવસમાં ચાર રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. આ ચારેય રેકોર્ડ સ્પીડ અને પર્ફોર્મન્સ માટે મળ્યા છે.
Koenigsegg Jesko Absolutમાં ટ્વિન ટર્બોચાર્ઝ્ડ 5.0 લિટર V8 એન્જિન લાગેલું છે. આ એન્જિનથી 1,600 HPની પાવર મળે છે અને 1,106 પાઉન્ડ ફૂટનો ટોર્ક જનરેટ થાય છે.
આ કારના એન્જિન સાથે 9 સ્પીડ ટ્રાંસમિશન લાગેલા છે, જે ખૂબ જ ફાસ્ટ શિફ્ટ કરવામાં મદદ કરે છે.
આ કારના 125 મોડલ બનાવવામાં આવ્યા હતા, જે વર્ષ 2022 સુધીમાં જ વેચાય ગયા હતા અને તેના દરેક મોડલ 3 મિલિયન ડોલરમાં વેચાયા હતા.